________________
શાસનદેવ પ્રતિ મંગળ પ્રાર્થના છે કે આ મહાનુભાવો સ્વ-પરકલ્યાણની સાધનામાં અગ્રેસર બની શાસનના વફાદાર બની ભવિષ્યમાં જીવન વધુ ધન્ય બનાવે!
સાગર ઉલેચવાની જેમ અતિવિશાળ અને બહેાળાહાથે જે કામ સુંદર સુવ્યવસ્થિત બને તે કામમાં અનેક હાથેાની ગરજ સારનાર આ ચાર મહાનુભાવાની હાર્દિક અનુમાદના જેટલી કરીયે તેટલી ઓછી છે.
કપડવ’જના ધર્મપ્રેમી શ્રી દિનેશચંદ્ર નગીનદાસ પરીખના અંતરંગ ‘લાગણી ભર્યા-સહકારની પણ હાર્દિક—કૃતજ્ઞતાપૂર્વક અનુમાદના કરીએ છીએ.
જેઓએ જીવનચરિત્રના આલેખનની કાચી સામગ્રીના નાની વિગતથી માંડી મહત્વની અનેક બાબતે શેાધી–શેાધીને ચીવટ—ાંત-લાગણીના ત્રિભેટે સમપીને પૂ. પન્યાસજી મહારાજના કાર્યને વેગવંતુ, ઘાટીલું તથા વ્યવસ્થિત બનાવવા ધંધાકીય વ્યાવહારિક મુશ્કેલીઓને ગણકાર્યા વિના ખૂબ જ આત્મભાગ આપ્યો છે. તે દિલ્હીના ડો. ત્રિપાઠીના ધર્મપ્રેમની ફરીથી હાર્દિક અનુમોદના કરીએ છીએ.
આ ઉપરાંત પૂ. પંન્યાસજી મહારાજની દોરવણી મુજબ જીવનચરિત્રના ગ્રંથને સુંદરતમ બનાવનાર ચિત્રકાર શ્રી દલસુખભાઈ વી. શાહ (સાબરમતી-અમદાવાદ) તથા આર્ટિસ્ટ નાનુભાઈ ઉસરેએ (મણીનગર–અમદાવાદ) રાત-દિવસ જોયા વગર રેખાચિત્રા વગેરેનું અર્જન્ટ કામ ઉમંગભેર કરી આપી અપૂર્વ-ધર્મસ્નેહ દાખવ્યો છે.
તથા વિવિધ પ્રયત્ન-સાધ્ય અટપટા બ્લોકો પણ સુંદરતમ રીતે બનાવી આપવા માટે શ્રી મામુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપેળ અમદાવાદ)ની દેખરેખ તળે પ્રભાત પ્રેસેસ સ્ટુડીઓ તથા ગજ્જર સેસ સ્ટુડીઓવાળા તથા આર્ટીસ્ટ સરેની દોરવણી મુજબ ગ્રાફીક પ્રેાસેસ સ્ટુડીઓ (ભદ્ર-અમદાવાદ)વાળાએ અર્જન્ટ ડીલેવરી પણ આપીને સ્વચ્છ કામ કરી આપી અંતરંગ ધર્મરૂચિ તથા સૌજન્યનાં દર્શન કરાવ્યાં છે.
આ રીતે પ્રુફ રીડીંગ અને સ્વચ્છ મેટરની કાળજી રાખી અપૂર્ણ ઉદાત્ત ધર્મરનેહ દાખવનાર ૫. શ્રી રતીલાલ ચીમનલાલ દાશી ( શ્રી હેમચદ્રાચાર્ય જૈનપાઠશાળા અમદાવાદ )ની દોરવણી અને મંગળ માર્ગદર્શન નીચે રાત—દિવસ ખડે પગે રહી પૂ. પંન્યાસજી મ. શ્રીના વિષમતાવાળા લખાણ કે પાછળથી આવતાં ઉમેરાઓને પણ શ્રમને ગણકાર્યા વિના ઉમેરીને સ્વચ્છ–છપાઈ કરી આપનાર શકિત પ્રિન્ટરી (૬ સુરેન્દ્ર હાઉસ) ઘીકાંટા અમદાવાદના પેાપટભાઇ ઠક્કર આદિ કાર્યવાહકો તથા કર્મચારીઓના ઊંડા ધર્મપ્રેમ ભર્યાં નિખાલસ ઉદાત્ત વ્યવહારની કૃતજ્ઞતા-પૂર્ણાંક અનુમેાદના કરીએ છીએ.
જીવન-ચરિત્રના-પ્રૂફ–રીડીગ માટે રાત-દિવસ કે બીજા કામેાના બાજાની જવાબદારીઓના વિચાર કર્યા વિના બે-ત્રણ વાર અશુદ્ધિઓના પરિમાર્જનની ચીવટ ધરાવી અનેરો ધર્મસ્નેહ દાખવનાર ૫: શ્રી રતિભાઈ ઢાશીના નિષ્ઠાભર્યા-ધર્મસ્નેહની અનુમાદના કરીએ છીએ.