SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુજબ જીવન-ચરિત્રના બાહ્ય-આકષઁક દેખાવમાં વધારો કરનાર ટાઈટલ પેજને વ્યવસ્થિત સુંદર રંગોમાં છાપી તેમજ ચિત્રાવલીના વિવિધ ચિત્રા સુંદર આર્ટપેપર ઉપર કલાત્મક રીતે છાપવા તથા ફેઈમસ પ્રેસ હોવાથી અનર્ગલ કામના ઢગલા વચ્ચે પણ પૂ. પંન્યાસજી મ.શ્રી દૂરના ગામે પણ પોસ્ટ દ્વારા પ્રૂફો મેકલી પૂ. પંન્યાસજી મ. શ્રીના દૃષ્ટિકોણને કલાત્મક રીતે ગાઠવવામાં હાર્દિક સહયોગ આપનાર દીપક પ્રિન્ટરી (રાયપુર-અમદાવાદ)ના માલિક શ્રી સુંદરભાઈ, કિરીટભાઈ તથા પ્રિન્ટરીના કર્મચારી—ગણના ઊંડા લાગણી ભર્યા સહકારની નિખાલસતા પૂર્વક અનુમેદના કરીએ છીએ. છેલ્લે આવડા–મેટા દળદાર ગ્રંથનું વ્યવસ્થિત મજબૂત આકર્ષક બાઈન્ડીંગ કરી આપનાર શ્રી ફકીરભાઇ બાપુભાઇ માઇન્ડરના હાર્દિક સહકારની ગુણાનુરાગ પૂર્વક અનુમાદના કરીએ છીએ. છેવટે આ જીવન ચરિત્રમાં નામી-અનામી-સઘળા મહાતુભાવોના પ્રત્યક્ષ કે પરોક્ષ–સીધા કે આડકતરા અપાયેલા કે મળેલા, સહયોગ કે સહકારની ગુણાનુરાગ-ભરી પ્રમાદભાવનાથી કૃતજ્ઞતા-પૂર્વક અનુમાદના કરીએ છીએ આ જીવન-ગાથાના આ લેખક સંપાદક અને પ્રકાશકોના અંતરની ભાવનાને અનુરૂપ મહાપુરુષોની જીવનકથાના વાંચન દ્વારા વિશિષ્ટ પ્રેરણા મેળવી વર્તમાનકાળના સમર્થ દ્યુતપ્રભાવક, આગમજ્યોતિર્ધર, આગમવાંચન દાતા આગમિક-અભ્યાસને શ્રમણ સંધમાં સુગમ બનાવનાર આગમાધારક ધ્યાનસ્થ સ્વગૃત આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. (સાગરજી મ.)ના શાસન-હિતકર વિશિષ્ટ વ્યકિતત્વના સાચા પરિચયને મેળવી જીવનમાં અપૂર્વ આગમ-ભકિતને ચરિતાર્થ કરવા દ્રારા સ્વ.-પર કલ્યાણની સફળ આરાધના કરો એ મંગળ કામના. આ પ્રકાશનમાં યથાશક પૂરતી કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દૃષ્ટિદોષ આદિથી થયેલ ભૂલા બદલ હાર્દિક નિખાલસતા પૂર્વક મિથ્યા દુષ્કૃત દઇએ છીએ. દલાલવાડા, કપડવંજ વીર નિ. માં. ૨૫૦૯ ૭ વિ. સંવત ૨૦૩૯ માહ વદ પં બુધવાર તા. ૨-૨-૮૩ નિવેદક શ્રી આગમાધારક ગ્રંથમાળા ના કાર્યવાહક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy