SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ SES UNTEMUS બહેન કાર...માસ ચારના એકાંતરા કરે છે, જમનાએ માસ ૧ એકાંતર કરવા માંડયા હતા, તે શ્રા. વ, પ. પૂરા થયા છે. અમારા ઘરમાં અવકાશ છે, તેથી કાગળ કુરસદ મળતી નથી, તેથી માફ કરશે. હજુ કંઈ છુટકબાર થયો નથી. ગુરૂ પાસે એ ખુલાસો થયાથી...મન કરીશું એજ...કાગજ લખજે. સં. ૧૯૪૨ના શ્રાવક વદ-૧૦.” આ રીતે આ પત્રના ઉત્તરાર્ધના લખાણથી સમજાય છે કે- પૂજ્યશ્રીની આગમિક ધુરંધરતા સુવિહિત–સાધુ તરીકેની પ્રતિષ્ઠાથી આકર્ષાઈ ધુરંધર શ્રાવકે પિતાની ધાર્મિક ગૂંચ ઉકેલવા અને મન હળવું કરવા નિખાલસ દિલે પ્રયત્ન કરતા. વળી પત્રના પાછળ ભાગે શ્રાવકચિત ધર્મકરણીના પરિચય સાથે વ્યાવહારિક આફતથી થતા માનસિક, આધ્યાનને ટાળવા પૂ. ગુરૂદેવશ્રી પાસે “ધ” નાંખતા હોવાનું જણાય છે. આ પત્રને પૂજ્યશ્રીએ યથાયોગ્ય ઉત્તર પાઠવી ધર્મધ્યાનનું બળ વધારવા પ્રેરણા કરી હશે. ઉદયપુર શ્રીસંઘમાં પણ પૂજ્યશ્રીની અપૂર્વ દેશના શક્તિથી ધર્મોત્સાહ સારો પ્રગટેલ માસખમણ, એકવીશ, સેળ અને પંદર ઉપવાસની તપસ્યા સારા પ્રમાણમાં થઈ, અઠ્ઠાઈની સંખ્યા તે ૧૫૦ થી ૨૦૦ ઉપર હોવાનું જાણવા મળેલ છે. સકળ શ્રીસંઘે ખૂબ જ ઉમંગભેર પર્વાધિરાજની આરાધના પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. આત્મશુદ્ધિકર મહાપવિત્ર શ્રી કલપસૂત્રને રાત્રિ-જાગરણપૂર્વક હાથીના હદે પધરાવી પૂ. ગુરૂદેવને વાંચન માટે વહોરાવવાની મંગળકિયા તથા સુપના ઉતારવા આદિના ચઢાવા આદિથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાં ખૂબ જ વૃદ્ધિ થઈ પર્વાધિરાજની આરાધના ઉમંગભેર થયા પછી પૂજ્યશ્રીએ ભા. સુ. ૮ ના વ્યાખ્યાનમાં ચિત્ય-પરિપાટીના રહસ્યને સમજાવવા પૂર્વક ભા. સુ. ૧૧ થી ઉદયપુરના સમસ્ત જિનાલયની સવારે ૭ થી ૯ દર્શનયાત્રા શરૂ કરાવી. આ સુ. ૩ ના છેલ્લા દિવસે આહડના મહારાજા સંપ્રતિકાલીન પ્રાચીન પાંચ જિના લની યાત્રા પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ શ્રીસંઘ સમક્ષ શ્રુતજ્ઞાનની આરાધના માટે જ્ઞાનાચારના આઠ ભેદ પૈકી ઉપધાનતપ નામે આચારના પાલન માટે ખૂબ જ અગત્યતા દર્શાવી. શ્રાવક-જીવનનો પાયો ઉપધાનતપ છે, અને વર્તમાનકાળની અપેક્ષાએ ઉપધાનતપ શ્રાવક જીવનનું મહાન ઉચ્ચકોટિનું તપ છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy