________________
જિલી નદી),82028
ઉપધાન વિના મહામંત્ર ગણ પણ ન સૂઝે” ની શાસ્ત્રીય વાત અનેક દાખલા દષ્ટાંતથી સમજાવી સકળ શ્રીસંઘને પ્રેત્સાહિત કરી ઉપધાનતપ કરાવવાને મંગળ નિર્ણય કરાવ્યો.
ઉદયપુરના વૃદ્ધજનોના કહેવા પ્રમાણે તેમની સાંભરમાં ઉપધાનતપ થયેલ ન હોઈ ધર્મપ્રેમી-જનતામાં ખૂબ જ જાગૃતિ આવી.
પરિણામે શેઠ ગિરધરજી કાનજી ચપડોદે ઉપધાનતપ કરાવવાને લાભ લેવા શ્રીસંઘ પાસે વાત રજુ કરી.
ઉપધાન કરાવનાર ગિરધર શેઠને એટલે બધે ઉત્સાહ હતું કે બધો જ ખર્ચ હું જ કરું! ભક્તિને બધે લાભ મળે! એવી રજુઆત શ્રીસંઘ સામે કરી, પણ શ્રીસંઘે કહ્યું કે અમારે ત્યાં આવા પરમ-વંદનીય મહાપુરુષ પધાર્યા છે, અમારી સાંભરમાં સૌ પ્રથમવાર ઉપધાન થાય છે, તે અમને બધાને લાભ મળે, તે ઈચ્છનીય છે.
- એમ ડીવાર ખૂબ ધર્મપ્રેમભરી રસાકસી જામી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સમજાવટથી કહ્યું કે“મહાનુભાવો ! તપસ્યા કરનારાની ભક્તિને લહા ખરેખર દુર્લભ છે? ગિરધર શેઠને ઉમંગ થયો છે, તે લાભ લેવા દો! તમે શ્રીસંઘના ભાઈઓ વૈયાવચ્ચવ્યવસ્થા-ભક્તિ આદિથી ભાભ લેજે !”
શ્રીસંઘના ભાઈઓએ કહ્યું કે- “બાપજી! શ્રાવક-જીવનમાં દુર્લભ એવા ઉપધાનતપની આરાધનાને આપ જેવા આગમ–પ્રજ્ઞ મહાપુરૂષની નિશ્રામાં ફરી કેણ જાણે ક્યારેય અવસર આવે? માટે ગિરધર શેઠને ઉપધાન કરાવવાની રજા આપવા કરતાં તે લાભ અમને શ્રીસંઘને જ મળે તે સારું !”
થોડીવાર વાત ખૂબ ચર્ચા-છેવટે પૂજ્યશ્રીએ ઉકેલ કર્યો કે “એમ કરો! ગિરધર શેઠ ભલે ઉપધાન કરાવે! ઉપધાન અંગે પ્રાથમિક અને પરચુરણ ખર્ચ ઘણે થાય છે, તે બધે લાભ એમને આપે અને શ્રીસંઘ તરફથી એકાસણ-આંબિલની ટોળીઓ નોંધાવાય, આ રીતે બંનેને લાભ મળે !
ગિરધર શેઠે આજીજીપૂર્વક કહ્યું કે- “બાપજી! ટળીઓ સંઘની લઉં તે બધી લખાઈ જાય પછી મને શું લાભ!”
છેવટે હા-ના કરતાં ગિરધર શેઠના ઉત્તરપારણા અને પહેલી-છેલ્લી ટેળી, બાકીની ટોળીએ સંઘ લખાવે તે લેવી, બાકી બધા લાભ ગિરધર શેઠને