SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આ બંને પત્ર ઉપરથી પૂજ્યશ્રીને એમ લાગ્યું કે તરણતારણહાર શ્રી સિદ્ધાચલ-મહાતીર્થની રક્ષા અંગે જૈન શ્રીસંઘે ઉપાડેલ ભગીરથ કાર્યમાં ઉદયપુર શ્રીસંઘને સહકાર અપાવવાની મારી ફરજ છે, એટલે શાસનના કામ અંગે ભાવે કે કભાવે મને કે કમને પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસની ઈચ્છા કરવી પડી અને વૈ. સુ. ૩ ના વ્યાખ્યાનમાં શ્રીસંઘે કરેલ આગ્રહભરી વિજ્ઞપ્તિને સ્વીકારી ચોમાસાની જય બોલાવી દીધી. પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૪૨નું માસું શાસનના તથા ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે નકકી રાખ્યું. અને પૂજ્યશ્રીની દેખરેખ તળે દેવદ્રવ્યના હિસાબેમાં રહેલ ઉપેક્ષાવૃત્તિને હઠાવવા વહીવટદારોને અપૂર્વ પ્રેરણા મળી. ચગાનના દહેરાસરોના વ્યવસ્થાતંત્રમાં કાર્યવાહકની શિથિલતાથી આવેલી અવ્યવસ્થાને નિવારવા પૂજ્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી જૂના હિસાબે વ્યવસ્થિત કર્યા. આ બધા કામના ઉકેલમાં માસું શરૂ થઈ ગયું. પૂજયશ્રીએ બેસતા માસે જ અમદાવાદથી આવેલ બંને પત્રે શ્રીસંઘને વંચાવ્યા અને શ્રી સિદ્ધાચલ-મહાતીર્થ રખોપા ફંડમાં તન-મન-ધનની શક્તિ ગે પવ્યા વગર સહુને લાભ લેવા પૂજ્યશ્રીએ ભારપૂર્વક ફરમાવ્યું. પરિણામે ત્રીશ હજાર જેવી રકમ ટૂંક સમયમાં થવા પામી, ઉદયપુરના શ્રી સંઘે આ રીતે પૂજ્યશ્રીના ધર્મ ત્રણને અદા કરવા સાથે શાસન પ્રત્યેને દર અનુરાગ પ્રદર્શિત કર્યો. પૂજ્યશ્રીએ આ કામ અંગે વધુ તમના દર્શાવવા સાથે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ને પત્ર દ્વારા માર્ગદર્શન મંગાવ્યું લાગે છે. કેમકે-સં. ૧૯૪૨ ના શ્રા. સુ. ૫ ના નીચેના પત્રમાં આ વિગત આવે છે. મુનિશ્રી ઝવેરસાગરજીને પચે. ઠેકાણું- મેતા પન્નાલાલ હુકમીચંદની દુકાન મુ. શ્રી વડા ઉદેપુર જિ. મેવાડ મુ. શ્રી ભાવનગરથી લી. મુનિ વૃદ્ધિચંદજી જેય શ્રી ઉદયપુર-મથે મુનિ ઝવેરસાગરજી સુખશાતા વાંચજે. અત્રે દેવગુરૂ પસાયે શાતા છે, તમારો પત્ર આવ્યો તે પહોંચે છે, સમાચાર જાણ્યા છે. તમે પાની મોકલવાના ઠેકાણા બે ની વિગત લખી, તે પ્રમાણે બંને ઠેકાણે ચોપાનીયા મોકલાવ્યા છે. - ૧૦૪.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy