SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘવી થવા ઈચ્છતા કિશનજી શેઠને પૈસા ખર્ચવાને ઉમંગ છતાં મેવાડ જેવા પ્રદેશમાં આવો છ'રી પાળતે સંઘ કદી નિકળે ન હેઈ લેકે આવવા તૈયાર ન હતા. આ વાત પૂજ્યશ્રીને કિશનશેઠે ખાનગીમાં જણાવેલ, તેથી એકધારા તીર્થયાત્રા અંગેનાં વ્યાખ્યાને પૂજ્યશ્રીએ ફરમાવ્યાં. માહ સુ. ૧૪ના વ્યાખ્યાનમાં કિશનજી શેઠે શ્રીસંઘ પાસે કેશરીયાજીને છરી પાળતા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની રજા માંગી, પૂજ્યશ્રીએ શ્રીસંઘને ધર્મોલ્લાસ વધારવાના શુભ આશયથી સંમતિ આપવા જણાવ્યું. શ્રીસંઘે હર્ષોલ્લાસથી ચતુર્વિધ-શ્રીસંઘની મંગળ-કામનાઓ સાથે સંઘપતિ નગરશેઠ તરફથી સંઘવી થનારા કિશનજી શેઠને કુંકુમનું મંગળતિલક કરી શ્રીફળ આપી ચેખાથી વધાવી તેમની ધર્મભાવનાનું બહુમાન કર્યું. પૂજ્યશ્રી પાસે કિશનજી શેઠે શ્રીસંઘ-પ્રસ્થાનના મુહૂર્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ માહ વદ ૧૦ નું મુહૂર્ત સારૂં રેવતીના ચંદ્રના દેષને કારણે છતાં લેવું ઉચિત ન ધાયું ચંદ્રબળ અને વિષ્ટિદોષના નિવારણ સાથે રવિયેગ- રાગવાળે ફા. સુ ૧૦ ને દિવસ સર્વશ્રેષ્ઠ નિર્ધા. પછી કિશનજી શેઠે પૂજ્યશ્રીની સંમતિ લઈ પત્રિકા લખી પિતાના સ્વજન-સંબંધીઓસગા-વહાલાં ઉપરાંત ધર્મપ્રેમી ભાવુક જૈન શ્રીસંઘને જાણ કરી પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. કિશનજી શેઠે પણ ખૂબ ઉમંગથી રસ્તાના ગામની તપાસ કરી દરેક સ્થળે શ્રીસંઘના યાત્રિકને કોઈ તકલીફ ન પડે તે રીતની પૂર્વ તૈયારી કરી અને ફા. સુ. ૧૦ના મંગળ દિવસે જિનમંદિર-ઇંદ્રધ્વજા-નગારા-નિશાન-ગજરાજ-તલ-મંગળ વાજિંત્ર આદિની અપૂર્વ-ભા સાથે ભવ્ય-આડંબરપૂર્વક શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું. ક્રમે કરી ફા. વ. ૨ના મંગળ દિવસે ઉદયપુર પહોંચ્યા ત્યારે ઉદયપુરના શ્રીસંઘે ભવ્ય ગજરાજ- તલ ડંકા-નિશાન અને સરકારી પોલીસ બેંડ આદિ સામગ્રીથી શ્રીસંઘનું ભવ્ય સ્વાગત કર્યું અને ગાનના દહેરાસરના વિશાલ ચેકમાં શ્રી સંઘને ઉતારે આપે. ઉદયપુરના શ્રીસંઘ સાધર્મિક ભક્તિને લાભ લીધે, પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉદયપુર શ્રીરાંઘમાંથી અનેક યાત્રિકે છરી પાળતા સંઘમાં જોડાયા. . વ. ૭ના મંગળ પ્રભાતે કેશરીયાજી તીર્થે શ્રીસંઘ ધામધૂમથી પહોંચે, તીર્થ વ્યવસ્થાપક પેઢી તરફથી શ્રીસંઘનું સન્માન પ્રવેશ મહત્સવ વગેરે ઠાઠથી થયું. 100.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy