SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ BUYUMI આ દરમ્યાન ભીલવાડાના કિશનજી શેઠના અવારનવાર વિનંતિ–પત્રે આવતા પૂજ્યશ્રી ચિત્યપરિપાટીનું કામ પત્યથી આવવાનું વિચારાય એ મોઘમ જવાબ લખતા, છેવટે માગ. વદ ૧૦ ના રોજ સમીનાખેડા તથે સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પિષ-દશમી પર્વની આરાધના નિમિત્તે પધારેલા, ત્યારે ત્યાં ભીલવાડાને શ્રીસંઘ આ. પૂજ્યશ્રીએ પિસ વદ આઠમ પૂર્વે ચૈત્યપરિપાટી પતે નહીં તેમ જણાવી પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહારને વિચાર દર્શાવ્યું. ત્યારબાદ પિ. સુ. –૩ લગભગ ઉદયપુરની સ્થાનિક ચૈત્યપરિપાટી પત્યેથી સિસારવા, નાઈ, લવાસ, આયડ વગેરેના આસપાસના પ્રાચીન-જિનાલયેની ચૈત્ય-પરિપાટી ગઠવી. તે કાર્યક્રમ પિષ વદ આઠમે પૂરો થયો. તે દિવસના વ્યાખ્યાનમાં વદ દશમ ભીલવાડા તરફ વિહારની જાહેરાત કરી. ભીલવાડાના શ્રાવકો પણ તે દિવસે વિનંતિ માટે તથા વિહારમાં ભક્તિને લાભ લેવા આવી ગયેલ. "ઉદયપુર શ્રીસંઘને આગ્રહ ગાનના દહેરાસરની વ્યવસ્થામાં કાળબળે આવેલ ક્ષતિ. એને હટાવી વહીવટીતંત્ર સરખું કરવા માટે ચેમાસા માટે હતે. પૂજ્યશ્રીએ “વતમાનગ” થી પતાવી હાલ તુર્ત તે અંગે કંઈ સ્પષ્ટ જવાબ ન આપી શકવાની મર્યાદા દર્શાવી. પૂજ્યશ્રીને વદ દશમ સવારે ઉદયપુર શ્રીસંઘના દબદબાભર્યા વિદાય-માન સાથે વિહાર થયે. માહ સુ. સાતમે ભીલવાડામાં મહોત્સવ સાથે પ્રવેશ થયો. ભીલવાડામાં તીર્થયાત્રાને લગતા ત્રણ વ્યાખ્યાને થયાં, છરી પાળતા શ્રીસંઘના થનારા લાભ છણવટપૂર્વક જણાવી યાત્રાળુ તરીકેની છરી પાળવાની જવાબદારી વિગતથી સમજાવી સહુને પ્રત્સાહિત કર્યા. શ્રીસંઘમાં પૂજ્યશ્રીના મંગળ-પ્રવચનેથી ધર્મોલ્લાસમાં અપૂર્વ ભરતી આવી. અઠવાડીયા સુધી તીર્થયાત્રા અંગેના વ્યાખ્યાનેથી સંધમાં સારી જાગૃતિ આવી. tre === 13: 55
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy