SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ SUDUTULEELLAS આ રીતે પૂજ્યશ્રી કપડવંજ રહ્યા રહ્યા પણ છાણી-અમદાવાદ આદિ સ્થળોએ મુમુક્ષુઓની તપાસ રાખી પ્રભુ-શાસનના પંથે તેઓને સફળ આરાધક બનાવવા મથામણું કરી રહ્યા. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની પાસે અવારનવાર આવે, સામાયિક કરે. પૂજ્યશ્રીના સંપર્કમાં આવી પૂ ચરિત્રનાયકશ્રી ખૂબ જ વિશિષ્ટ કેટિની પૂર્વજન્મની આરાધનાના બળે ઉદાત્ત તાત્વિક–વિવેકદષ્ટિને વધારે કરી પ્રભુશાસનના ચારિત્રધર્મ પ્રતિ અજ્ઞાન ભાવે પણ આકર્ષાઈ રહ્યા હતા. પૂજ્યશ્રીને પણ ચરિત્રનાયકના ઉદ્યમી વલણને જોઈ મગનભાઈ-ભગતની ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર અને કામના પૂ. ચરિત્રનાયકશ્રીના સંયમ ગ્રહણ કરવાના આદર્શને બળ પૂરનાર બનશે એમ ધારી ખૂબ પ્રમોદભાવ થયેલ, નગરશેઠની પૂત્રવધૂને વર્ષીતપના પારણુ નિમિત્તે શ્રી અષ્ટાપદજીના દરે ભવ્ય અષ્ટાક્ષિક મહોત્સવ થયેલ, શાંતિનાત્ર પણ ઠાઠથી થયેલ. . સુ. ૩ ના મંગળ દિને ચતુર્વિધ શ્રીસંઘને વાજતે-ગાજતે ઘર આંગણે બાંધેલ ભવ્ય મંડપમાં પધરાવી પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજા કરવા સક્ષેપ લઈ માંગલિક અને તપધર્મનું પારણું એટલે કર્મનિર્જરાના વિશિષ્ટ-અધ્યવસાયના બળવાળી શ્રેણગત નિજ રી શકાય, તેવી ભૂમિકા મેળવવાના લાભ સાથે તપધર્મમાં આગળ વધાય–”—આદિ ઉપદેશને સાંભળી ગુરુ મહારાજને ઈષ્ણુ-રસ વહેરાવી સકળ શ્રીસંઘનું બહુમાન કરી યોગ્ય-સમયે પારણું કરી વર્ષીતપની મંગલ સમાપ્તિ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી. પૂજ્યશ્રીએ વૈશાખ સુદ છઠના દિવસે અમદાવાદ તરફ વિહારની તૈયારી કરી, કેમકે પૂજ્યશ્રીને ખાસ વિશ્વાસુ અને પૂ. ગચ્છાધિપતિશ્રીના પણ અંગત ભક્ત શ્રાવક શ્રી ગોકળભાઈને પત્ર નીચે મુજબ આવેલે— ગઈ કાલે ચીઠી ૧ લખી છે તે પોંચી હશે જ! વિશેષ શ્રી રતલામવાળા શેઠ દીપચંદજી જોરાવરમલજીવાળા ભૂપતસંગજી ના દીકરા શ્રી સિદ્ધાચલજી છે, તે વૈશાખ સુ. ૮/૮ અમદાવાદ આવવાના ઉચિત સાંભળી છે, માટે તમો તે ઉપર તરત અતરે આવજે બીજુ એઓને આવવાને ઢીલ હોય તે તે પછીથી આવે પણ તમારે તે પરથમ આવવું.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy