________________
સિક ની ... 8200
ઉપરના પત્રમાં ખૂબ જ મહત્વની વાત જણાય છે, કાગળના મથાળે બધા પત્રની જેમ પૂ. ગચ્છાધિપતિ મૂળચંદજી મ.નું નામ નથી, પણ પત્રની વિગતે પરથી પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર હોય તેમ લાગે છે.
આ પત્રનું તારણ આ પ્રમાણે સમજાય છે.
૦ પત્રમાં પ્રથમ તે જે કોઈ દીક્ષાર્થી ભાઈ માટે પૂજ્યશ્રી પ્રયત્ન કરી રહ્યા છે તે અંગે, સાવચેતીપૂર્વક કામ કરવા ભલામણ છે.
સમુદાય વધારવાની જિજ્ઞાસા સારી, પણ શાસન-ધર્મને નુકશાન પહોંચે તે તરફ પૂ. ગચ્છાધિપતિશ્રીને અંગુલિ–નિદેશ છે.
૦ તે વખતે કપડવંજને દેશી સાબુ-ઉદ્યોગ આખા ભારતમાં પ્રખ્યાત હેવો જોઈએ જેથી વિશાળ સમુદાય અપેક્ષાએ તેમજ અભક્ષ્ય-પદાર્થરહિત ગૃહદ્યોગ તરીકે હાથે બનાવેલ નિર્દોષ રીતે ગૃહસ્થના ઘરથી જોઈએ તેટલે મળી રહે તે અપેક્ષાથી એક મણ જેટલે મેકલવાની તજવીજ માટેનું સૂચન છે.
૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને વિશિષ્ટ-હેતુથી વડોદરા જવું જરૂરી લાગે છે, પણ પૂજ્યશ્રીની રાહ ખાસ જોવાય છે, તે બતાવી આપે છે કે પૂજ્યશ્રીનું સ્થાન પૂ. ગચ્છાધિપતિના હૈયામાં
પત્રના પાછલા ભાગે વળી મહત્વની વાત જણાવી છે કે –“ તાપ વધુ છે કરી કદાચ તમે ન આવી શકે તે જણાવશે, પણ તમારે છાછું જવું છે તે તમે અહીં આવે! પછી સાથે જઈશું.”
એટલે પૂ. ગચ્છાધિપતિ પૂજ્યશ્રીને પોતાની પાસે બોલાવી ગ્ય વિચારણા કરી વડોદરા તરફ વિહરવા ઈચ્છે છે.
પૂજ્યશ્રીના વ્યક્તિત્વની પૂ. ગચ્છાધિપતિના હૈયામાં કેવી અદ્દભૂત છાપ હશે? કે પૂજ્યશ્રીની સલાહની અપેક્ષા ગચ્છાધિપતિ પણ રાખતા.
૦ વળી છાણી દીક્ષાની ખાણ તરીકે તે વખતના કાળે પણ તે ભૂમિ એવી સામર્થ્યવાળી હશે કે જેથી પૂજ્યશ્રી છાણી જવા ઈચ્છે છે.
છાણી જવા કેક મુમુક્ષુની તૈયારી હોય કે કાચી તૈયારીને પાકી કરવાની હેય.
આ રીતે તે કાળમાં છાણુની મહત્તા કેટલી પૂજ્યશ્રીના હૈયામાં હશે? તે પણ આ પત્રથી સમજાય છે”