SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રિટS 20%2) એકંદરે પૂજ્યશ્રી કપડવંજ શ્રી સંઘને પ્રભુશાસનની સફળ આરાધનાના પથે પ્રેત્સાહિત કરી પૂ ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીના મનઃ સ્વાથ્યને વ્યવસ્થિત કરી નાની બાળ–વયના પૂ. ચરિત્રનાયકશ્રી કે જે તે વખતે નવ વર્ષની વયના હતા, તેમના હૈયામાં પ્રભુ-શાસનસંયમ અને ધર્મક્રિયાઓને અવિસ્મરણીય છાપ ઉપસાવી. ફાગણ વદ બીજના રોજ પૂજ્યશ્રીએ બાલાસિનોર તરફ વિહાર કરી લસુંદ્રામાં બે દિવસ સ્થિરતા કરી ફા.વ. પાંચમ સવારે બાલાસિનોર પધાર્યા. તે વખતે સંગી–સાધુઓની ખૂબ જ જૂજ સંખ્યા હોઈ બાલાસિનોર ક્ષેત્રમાં ધાર્મિક-વાતાવરણ સાવ ઝાખુ થઈ ગયેલ, અઠવાડિયું સ્થિરતા કરી વ્યાખ્યાન દ્વારા લેકેને ધર્મ-શાસનની ભૂમિકાની ઓળખાણ કરાવી આરાધના માટે પ્રેત્સાહિત કર્યા. પરિણામે કેશવલાલ દલછારામભાઈને ચૈત્રી એલી કરાવવાની ભાવના જાગી. પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રોકી સામુદાયિક ચૈત્રી એ ની વિધિપૂર્વક કરાવવાનું નક્કી કર્યું. પૂજ્યશ્રીએ પણ વિશિષ્ટ લાભ જોઈ સ્થિરતા કરી ચૈત્ર સુદ પાંચમથી શ્રીપાલચરિત્રની માર્મિક વિવેચના શરૂ કરી અપરાધકોને પ્રોત્સાહિત કર્યા. વિધિ સહિત નવપદજીની ઓળીમાં ૭૦ થી ૮૦ ભાવિકો જોડાયા. આબેલ તે રોજ ૧૨૫ લવભગ થવા લાગ્યાં બપોરે ચેઠ-પ્રકારી પૂજા ઠાઠથી ભણાવાતી નવ દિવસ ભવ્ય ધર્મોત્સવના દિવસ તરીકે આ ગાલ-ગે પાલ સહુને આનંદદાયી રીતે પસાર થયા. ચિત્ર વદ એકમે પારણા કરાવી કેશુભાઈ એ દરેકનું કંકુથી તિલક કરી શ્રી ફળ-રૂપિયા આપી બહુમાન કરી પોતાનો જન્મ પાવન-ધન્ય બનાવ્યા. ચૈત્ર વદ બીજના રોજ કપડવંજના આગેવાને આવ્યા, નમ્રભાવે વિનંતિ કરી કે— ગામમાં નગરશેઠને ત્યાં વર્ષીતપ છે તેનું પારણું અખાત્રીજે આવે છે. કારણવશ શ્રી સિદ્ધગિરિ જવાય તેમ નથી, તેથી ઘર-આંગણે આપશ્રીની નિશ્રામાં મહેસવે કરી વર્ષીતપની ઉજવણી કરવી છે, તે જરૂર પધારે. પૂજ્યશ્રીના મનમાં એક વાત હતી કે-“ચરિત્રનાયકશ્રીના માનસમાં જે સંસ્કારો સીંચ્યા છે, તેને વધુ વિકાસ થાય તે શાસનને અત્યારે જરૂર છે–સમર્થ—ધુરંધર આગમાભ્યાસી પ્રૌઢ પ્રાવચનિકની–તેનું ઘડતર નાની બાળવયે મેગ્ય સંસ્કારો સાથે સંયમ-ગ્રહણ દ્વારા થઈ શકે.”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy