________________
તેથી પૂ. આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન પૂ. ઉ. સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. 9. ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પાસે આવી ઘણી વિગતો હોવાનું જાણું પૂ. ગચ્છાધિપતિશ્રીએ પ્રાચીન–બાબતના ગહન-સંશોધક પૂ. આ.શ્રી કંચનસાગરસૂરિમ. તથા પ. ઉ સૂર્યોદયસાગરજી મ. તથા પૂ.પં. શ્રી અભયસાગરજી મ. આ ત્રણને વિશિષ્ટ રીતે પૂ. આગમોધારકશ્રીનું જીવનચરિત્ર તૈયાર કરવાનું કામ સંપ્યું.
એમાં સૌથી વધુ માહિતી પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પાસે હોઇ આખા જીવનચરિત્રને તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપાઇ, પૂ. આચાર્ય મ. શ્રી. તથા પૂ. ઉપાધ્યાય ભગવંતને માહિતી પૂરી પાડી સહયોગી બની રહેવું તેમ પૂ. ગચ્છાધિપતિશ્રીએ નિયત કરેલ
આ રીતે અત્યંત નવી ગૂઢતમ-બાબતના સંકલન રૂપે ૪૫૦ પાનાનો પ્રથમ ભાગ વિ. સં, ૨૦૩૩માં પ્રકાશિત કર્યા પછી ૫. સંપાદક-પંન્યાસજી મ.ને હાટ ની તકલીફ થતાં શાસનની અનેક–પ્રવૃત્તિઓમાં સમય ઓછો હોઈ છ વર્ષે આ બીજો ભાગ સકલ-સંઘની સેવામાં રજુ કરવા સમર્થ થયા છીએ.
પ્રથમ–ભાગમાં ૫ આગમેદ્વારકીના વ્યકિતત્વને અનુરૂપ કુદરતી ભાવી-ગે કેવા વિશિષ્ટ દેશ, પ્રાન્ત, ગામ, કુળ, માતા. પિતા, ઘડતર, આદિના સંયોગ મળ્યા ? તે વર્ણવવા સાથે ધાર્મિક–જીવનના ઘડતરના અનેક વિશિષ્ટ-પ્રસંગે, તથા દીક્ષાની પ્રાથમિક-ભૂમિકાના વર્ણન પ્રસંગે પૂ. આગમો.શ્રીના ગુરૂ મ. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય શાસન-પ્રભાવક–મહાપુરૂષનું સાગર–શાખાના અંતિહાસિક વર્ણન સાથે દીક્ષાની પૂર્વ-તૈયારી સુધીની વિગત આપેલ.
પ્રસ્તુત બીજા–ભાગમાં ૫ આગમોદ્ધારકના ભવ્ય–વિરાટ જીવનના અદ્વિતીય શિલ્પી મહાપુરૂષ ૫. ઝવેરસાગરજી મ.ની બહુમુખી વિદ્રત્તા આગમિક અગાધ–રહસ્યભરી વાંચના વગેરેના અદ્રિતીય શાસનપ્રભાવનાના વિસ્તૃત વર્ણનમાં એક બાવન (૧૫૨) પાનાં રોકાયા છે.
ત્યાર પછી આવા મહામહિમાશાલી, અજોડ વિદ્વાન ગીતા–ધુરંધર, તે વખતના શ્રમણ-સંઘના વિશિષ્ઠ ધુરંધર મહાપુરૂષે પણ જેમનું ગૌરવ કરતા એવા પૂ. ઝવેરસાગરજી મ.ની નિશ્રામાં પૂ. આગમ દ્વારકશીએ જીવન–સમર્પણ કેવી તમન્ના અને દૃઢ નિષ્ઠા સાથે કર્યું? વગેરે જણાવી દીક્ષાના પ્રસંગે આવેલ ભગીરથ ઉપદ્રવોમાં પણ પૂ. આગમેદ્વારકશી કેવા અડગ ટકી રહ્યા? વગેરે જણાવેલ છે.
ત્યાર પછી અત્યાર સુધી કોઈના ખ્યાલમાં ન હોય તેવા અદભુત પ્રસંગના વર્ણનમાં સંસારી-પત્નીએ કરેલ વનસ્પતિના પ્રયોગથી એમ સમજાય છે કે