________________
1. T
welvam
માહ સુ. દશમના લગભગ અહીંથી લખાયેલ પત્રના જવાબની રાહ ૧૦/૧૫ દિવસ જોઈ પણ પત્રને જવાબ ન મળે કે મુનિ સૌભાગ્યવિજયજી મ. ના રૂબરૂ આવવાનું પણ કઈ ભણકાર ન મળ્યા.
આપણા શ્રીસંઘના આગેવાનોને પૂજ્યશ્રીએ આ વાતની સ્પષ્ટ જાણકારી આપી, પંદર દિવસ રાહ જેવા છતાં પત્રને જવાબ–પહોંચ સુદ્ધાં નહીં અને તેઓના રૂબરૂ આવવાની વાત ના પણ કોઈ ભણકારા નથી, એટલે વ્યાખ્યાનમાં “તે પુસ્તિકા સદંતર બેટી છે” એવી જાહેરાત કરી પૂજ્યશ્રીએ વડનગર, ઉજ્જૈન, મક્ષીજી, મહદપુર થઈ આગર મુકામે ચૈત્રીએળીની આરાધના કાઠથી કરાવી.
તે ચૈત્રી–ઓલી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘના આગેવાને આવ્યા વિનંતિ કરી કે"बापजी सा ! आप झट उदयपुर पधारो ! ढुंढिया और आर्यसमाजीयोंकी पोल आपने खोल दी ! कई लोगों को धर्माभिमुख भी बनाया ! कितु अब ये तेरापंथी लोग दान-दयाका विरोध का झंडा उठाया है, अभी उदयपुर मे सुगनचंदजी, चंपालालजी आदि छ-सात तेरापंथी संत और दश-पद्रह सतीयां पंचायती-हारेमें प्रवचन देकर उदयपुर मे बतंगड मचा रहे हैं।
ગા, મહેરવાની જર નન્હી પધારે! આદિ
પૂજ્યશ્રીએ સમય પારખી ચિત્રી એાળી પૂરી થતાં જ તુત ઉદયપુર આવવા ભાવના દર્શાવી ઉદયપુર શ્રીસંઘના આગેવાને રાજી થઈને ગયા.
પૂજ્યશ્રી પણ ચિ. વ. બીજ વિહાર કરી વૈશાખ સુ. બીજના મંગલપ્રભાતે ઉદયપુર શહેરમાં પધાર્યા, શ્રી સંઘે ભવ્ય સ્વાગત કરેલ, “દુશમનને દુશમન મિત્રની ગરજ સારે” કહેવત મુજબ ઢંઢિયાઓ પૂજ્યશ્રીની શાસ્ત્રીય-દેશના અને તાત્વિક–બાબતેથી પિતાના મતને ઝાંખે પડયાની દહેશત છતાં તેરાપંથીઓ ઢુંઢિયાના કટ્ટર વિરોધી એટલે પિતાના પ્રતિસ્પધીને હંફાવવા તેઓ વાણીયાશાહી–નીતિ પ્રમાણે પૂજ્ય શ્રી પાસે બપોરના સમયે આવી દાન–દયાના વિરોધી વંટોળને શમાવવા પ્રાર્થના કરી.
પૂજ્યશ્રીએ બીજે દિવસે અક્ષય-તૃતીયાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં અવસર્પિણ-કાળના વર્તમાન-યુગમાં શ્રેયાંસકુમારે જે દાનધર્મની પ્રવૃત્તિ કરી તે પ્રસંગને ઉપસાવી દાન-ધર્મની વિશદ પ્રરૂપણા કરી દાન-દયાના વિરોધીઓએ ઉપજાવેલ બધા કૂટ–તકેના રદીયા આપી આગમના પાઠો દ્વારા દાનધર્મની સ્થાપના કરી અને દ્રવ્યદયા-ભાવદયાનું સ્વરૂપ તેના અધિકારી કેણ! વગેરે વિગતવાર સમજાવ્યું.
બપોરે તેરાપંથી શ્રાવક પૂજ્યશ્રી પાસે આવ્યા, શાસ્ત્રપાઠોની રજુઆત કરવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ રજુ થયેલ શાસ્ત્રપાઠોના અર્થની વિકૃતિ દર્શાવી તેની સાથેના પાઠો દર્શાવ્યા.
૫૫