SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - - SES UNTEMAS કરી આહડ (શ્રી ઉદયપુરના મહારાણાની પ્રાચીન રાજધાની) શ્રી અદબદજી, દેલવાડા, *દયાલશાહનો કિલ્લે-રાજનગર, પશ્રી કરેડાતીર્થ અને ચિતૌડ ગઢ આદિ પ્રાચીન તીર્થોની સ્પર્શના કરી, વિહાર કમે આવતા ગામમાં સંવેગી–સાધુઓને પરિચય ઘટી જવાથી અને સ્થાનક ૧ આ ગામ વર્તમાન ઉદયપુરથી પૂર્વ દિશાએ ૩મા. પર છે જે મેવાડના મહારાણુઓની પ્રાચીન રાજધાનીરૂપ હતું, જ્યાં વિ.સં. ૧૨૮૫માં મેવાડના મહારાણાએ જે પવિત્ર ભૂમિ પર પ્રભુ મહાવીર પરમાત્માની ૪૪મી પાટે બિરાજમાન ૫. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ.ને વર્ષોની આંબેલ' આદિની ઉગ્ર તપસ્યાના કારણે તપ એવું બિરૂદ આપેલ અને દિગંબરો સાથે વાદમાં હીરાની જેમ અભેદ્ય નિવડયા તેથી પણ સુપ્રસન્ન થયેલ મહારાણાએ તપસ્વી-હીરલા એવું બિરૂદ ભેટ કરેલ. જ્યાં આજે પણ શ્રી સંપ્રતિમાના કાળના દેરાસર- જિનબિંબ આ ભૂમિના અતિપ્રાચીનતાની સાક્ષી પૂરી રહ્યાં છે. ૨ મેવાડની રાજગાદીના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના રાજ્ય-માન્ય સ્થાન પાસે જ ઉત્તરમાં માઈલ પર આ તીર્થ છે, જ્યાં શ્રી શાંતિનાથપ્રભુની ૧૦ થી ૧૨ ફૂટની બેઠી શ્યામ અત્યંત સુંદર પ્રતિમાજી છે, આ મંદિરની આસપાસ અનેક જૈનમંદિરના ભગ્નાવશેષે છે. ૩ મેવાડની રાજ્યસત્તાના પરમારાધ્ય શ્રી એકલિંગજી મહાદેવના તીર્થ પાસે ત્રણથી ચાર માઈલ આ ગામ છે, લોક પ્રખ્યાતિમાં આબૂ ગિરિરાજ પરનું દેલવાડા પ્રખ્યાત છે, પણ વિક્રમની આઠમી સદીથી સોળમી સદીના મધ્યભાગ સુધી અપૂર્વ જાહોજલાલી અને ધર્મપ્રકાશથી ઝળહળતા આ પ્રદેશમાં તે વખતે શ્રી અદબદજીના દહેરાસરથી માંડી પૂર્વ દિશા તરફ એકલા દહેરાસરો જ દહેરાસરો, વૃદ્ધ પુરૂષની કહેતી પ્રમાણે ત્રણ આઠ ઝાલરો આરતી–ટાણે વાગતી. આ રીતના ૩૬ ૦ દેરાસરોના જૂથવાળો આ દેવકુલપાટક તરીકે કહેવાતો, જે આજે ક્રમે કરી-દેઉલવાડા= દેલવાડા થયેલ છે. આજે પણ આ સ્થળે અતિભવ્ય બાવન જિનાલયવાળા ચાર વિશાળ જિનમંદિર ભયરા અને વિશાળ જિનબિંબ સાથે શોભી રહ્યા છે. વળી આ પુણ્યભૂમિ પર સહસ્ત્રાવધાની સૂરિપુરંદર પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ. શ્રીએ સંજતિલ જેવા મહાપ્રભાવિક સ્તોત્રની ૧૩ ગાથાની રચના શ્રી સંઘના હિતાર્થે કરેલ. તેમજ આ ગામની બહાર પૂર્વ અને ઉત્તર ભાગે બે નાનકડા પર્વત છે, જે હાલ તે વેરાન હાલતમાં છે, જુના પગથીયાં કયાંક દેખાય છે તે પર્વત ઉપર પ્રાચીન જિનમંદિરોના અવશેષ ગર્ભગૃહ વગેરેના ખંડેર કેટલીક ખંડિત જિનમૂર્તિઓ વગેરે હાલ પણ છે. આ બને પર્વતને વૃદ્ધ પુરુષે શત્રુંજય-ગિરનારની સ્થાપનારૂપ જણાવે છે. ૪ મેવાડની રાજગાદી ઉદયપુરમાં આવ્યા પછી પ્રતાપી અને ન્યાયી તરીકે પ્રખ્યાત મહારાણા . નિયા મા. દિનાથે વ્યાસમા અને તેમને Foryી |ીમ હીરડી )
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy