SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ A BLUM એટલે પૂજ્યશ્રીએ પણ વધી ગયેલ રોગ પ્રતિકાર માટે વપરાતા ઉગ્ર-ઔષધની જેમ કઠોર ભાષામાં સ્વામી દયાનંદજીની મૌલિક વિચાર–સરણિમાં રહેલ અપૂર્ણતા છડે ચેક વર્ણવી. સત્યાર્થ પ્રકાશના ફકરાઓ પરસ્પર વિરોધી કેવા છે? તથા–વેદ-ઉપનિષદુ આદિથી કેવા વિરૂદ્ધ છે? તે શાસ્ત્રના પ્રમાણે ટાંકી જાહેર કર્યું, સાથે સાથે જૈન-તત્વજ્ઞાનની પરિભાષાને પ્રાથમિક અભ્યાસ પણ સ્વામી દયાનંદજીને ન હતું તેની સાબિતી જૈન ધર્મના ખંડનમાં જણાવેલ વિગતે જૈન ગ્રંથી કેટલી વિપરીત છે? તે જણાવી ભારોભાર જૈનધર્મનું અજ્ઞાન સ્વામી દયાનંદજીને હતું, એ વાત પણ સચોટપણે જાહેર કરી. જેના જવાબો આવતી કાલે આપવાનું કહી સંન્યાસીજી સ્વ-સ્થાને ગયા અને બીજે દિવસે સંન્યાસીજીની તબિયત નરમની જાહેરાત આર્યસમાજીઓએ કરી અને થોડા દિવસે બાદ સ્વામીજી સત્યાનંદજી હવા-ફેર માટે બહારગામ ગયાની જાહેરાત કરી, જેથી વાદવિવાદ અધૂર રહેવા પામ્યો. પણ સમજુ વિવેકી--જનતાએ સત્ય પારખી લીધું કે “પૂજ્યશ્રીએ આપેલ ખુલાસાઓના જવાબ આર્યસમાજી સ્વામીજી આપી ન શક્યા.” અને તબિયતનું બહાનું કાઢી ઉદયપુર છેડી ગયા, આ વાત જણાવી આપે છે કે હકીકતમાં સત્ય તત્વ ને સ્વીકારવાની નૈતિક હિમ્મત તેઓમાં નથી. માત્ર પોતાની વાત મુગ્ધ-જનતા સામે અધકચરી દલીલથી રજુ કરવાની વાક્પટુતા શબ્દ-પંડિતાઈ જ માત્ર છે.” આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૭૬ નું ઉદયપુરનું ચોમાસું હજી પણ ઉદયપુરના વયે વૃદ્ધ બુઝર્ગ પુરૂષે યાદગાર તરીકે સંભારે છે, વધુમાં એમ પણ કહે છે કે-“ટે કાર્યકમનીનો को जडबातोड जवाब देने वाले पूज्यश्री झवेरसागरजी म. उस समय यहाँ नहीं होते तो आधा उदयपुर आर्यसमाज की चंगुलमें फंस जाता" આ રીતે ચોમાસાના પ્રારંભે જ શાસનને જયજયકાર વર્તાવનાર આ ઘટના થવાથી પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને અનેક શાસ્ત્રોનું જાણપણું ઉદયપુરની જાહેર જનતાને થવાથી ચોમાસા દરમ્યાન જૈનેતર પ્રજાએ પૂજ્યશ્રીના સંપર્કને સારો લાભ ઉઠાવે. પૂ.મ.શ્રીની મંગળપ્રેરણાથી વિવિધ-તપસ્યાની આરાધના સાથે પ્રભુશાસનની મહત્ત્વપૂર્ણ સમજુતી અનેક ભાવિક પુણ્યાત્માઓએ મેળવી. આ રીતે આ ચાતુર્માસ પૂજ્યશ્રીનું શ્રીસંઘને ખૂબ ભાવલાસ વધારનાર નીવડ્યું. - પશ્રીએ માસ સર્ણ થતાં જ દયાપર શ્રીસંઘને ઘણો આગ્રહ છતાં કા.વ.૧૦ વિહાર__
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy