SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ KESHTJELAS જે સાંભળી સનાતની–આગેવાને ખૂબ પ્રસન્ન થયા. પછી જૈનશ્રીસંઘના આગેવાને સાથે મસલત કરી ઉદયપુર-શહેરની સમસ્ત ધાર્મિક-પ્રજાના નામે છટાદાર શૈલિમાં મટી પત્રિકાઓ કાઢી સ્વામી દયાનંદજીના ક્રાંતિને નામે સ્વછંદવાદને ઉત્તેજક તથા એકાંગી શાસ્ત્રીય-પરંપરા સાથે મેળવગરના વિચારો સામે જબ્બર ઉહાપોહ મચાવે, અને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને જાહેરમાં બેસાડી તેમની પ્રૌઢ-વિદ્વત્તાભરી-શલિ અને અકાર્ય ક્રમબદ્ધ દલીલેની પરંપરાના બળે ટૂંક દિવસમાં આર્યસમાજીએને પિતાની વાત રજુ કરવી ભારે કરી દીધી. . પરિણામે છે છેડાયેલા કેટલાક આર્યસમાજીએાએ ચેલેંજના એઠાતળે શાસ્ત્રાર્થનું આહવાન જાહેરસભામાં કર્યું, જેને પૂજ્યશ્રીએ શહેરની ધાર્મિક પ્રજાના સમૂહવતી જાહેરમાં સ્વીકારી લવાદ અને સ્થળના નિર્ણય માટે શહેરના અગ્રગણ્ય-નાગરિકોને પ્રેરણા કરી. રાજમહેલ આગળના જાહેરમાં સનાતનીઓએ વ્યવસ્થિત ગોઠવણી કરી તે મુજબ શ્રાવણ વદ. ૩ ના મંગલ પ્રભાતે સ્વામી દયાનંદને ઝંડો લઈ ફરનારા પંડિતોથી પરિવરેલા સ્વામી સત્યાનંદજી અને સારા ધુરંધર કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણે આદિથી પરિવરેલ પૂ. શ્રી ઝવેરસાગજી મ. ની વિચાર–સભા શરૂ થઈ. વચ્ચે જૈનશ્રી સંઘના બે, સનાતનીઓના સાત, અને આર્યસમાજીઓના છ પંડિત મળી પંદર પંડિતે મધ્યસ્થરૂપે બેઠા, જેઓ બંને તરફની વાતેની નેંધ કરે, તર્કોના ખુલાસા બરાબર છે કે? તે ટાંકવા સાથે વાદમાંથી વિતંડાવાદ ન થવા પામે તેની તકેદારી દાખવતા. શરૂઆત પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ સંસારમાં ધમ–દર્શન અને તેની ભેદરેખા જણાવવા સાથે બધા ભારતીય દર્શન તત્ત્વ-દશનની ભૂમિકાએ એક છે. એ વાત સચોટ રીતે દર્શાવી “સનાતનીઓની માન્યતાના આધારભૂત વેદ-ઉપનિષદના આધારે મૂર્તિપૂજા યથાર્થ છે” એ વાદનું પ્રતિપાદન કર્યું. પછી આર્યસમાજી-સ્વામીજીએ તેના ખુલાસામાં ભારતીય દર્શને જુદી જુદી મતિકલ્પના રૂપ છે,” “સનાતનીઓમાં પણ વેદની માન્યતા છતાં તેના પર પૂર્ણ શ્રદ્ધા સાથે વૈદિક-વિદ્વાને ટકી શક્યા નથી” વગેરે જણાવી મૂર્તિપૂજાની અસારતા અને કેટલાક તર્કો રજુ કર્યા. પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ દરેક મુદ્દાને વેદ-ઉપનિષદુ-શ્રુતિ-સ્મૃતિ અને વ્યવહારૂ તર્કોના આધારે સચોટ ખુલાસા કર્યા. આ પ્રમાણે પ્રથમ દિવસે બે કલાક ચર્ચા ચાલી, આ રીતે ત્રણ દિવસ ચાલ્યા પછી આર્ય સમાજી સ્વામીજીએ એ ચર્ચા-વિચારણાની તટસ્થ નીતિને છેડી પિતાના મૂળગ્રંથ સત્યાર્થ પ્રકાશના આધારે વૈદિક ધર્મ અને જૈનધર્મ પર ખુલ્લા આક્ષેપ ઉગ્ર ભાષામાં કર્યા. ૫o આ દેશોમાં હારી ૨ )
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy