SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ STÄDUTEMAS શિથિલતા દૂર કરવા તેમજ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવવા, અનેક લહીયાઓ રોકી પ્રાચીન શ્રતગ્રંથની પ્રતિઓને સુરક્ષિત પણે નવેસરથી લખાવવાની પ્રવૃત્તિ દેખરેખ વિના મંદ થવાને સંભવ જાણી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. પરિણામે શરૂ થયેલ શ્રી ડીજી મહારાજના દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું કરાવી ઉદયપુરની પ્રખ્યાત કાચ-જડતરની કળા અને સુંદર પાકારંગની ચિત્રકળાથી ગેડીજીનું દેરાસર સુંદર દર્શનીય બનાવડાવ્યું, અને સાગર-શાખાના મુનિરાજોના ઉપદેશથી સ્થપાયેલ પ્રાચીન જ્ઞાનભંડારના મકાનને પણ જરૂરી સમારકામ કરાવી, જ્ઞાનના બહોળા સંગ્રહને સુરક્ષિત કરાવ્યો, અનેક લહીયાઓ બેસાડી જુની પ્રતેને નવેસરથી લખાવી જ્ઞાનભંડારની સમૃદ્ધિમાં વધારે કરાવ્યો. આ ઉપરાંત માહ સુ. ૧૦ ના દિવસે સહસ્ત્રફણશ્રી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયના રંગમંડપમાં બન્ને બાજુ ત્રણ-ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહેન્સપૂર્વક કરાવી. આ પ્રસંગે પુણ્યવાન શ્રાવકેએ ભાલાસથી શ્રી ગેડીજી અને સહસ્ત્રફણું શ્રીપાશ્વનાથ પ્રભુના મુકુટ-કુંડલ વગેરે સ્વર્ણાભૂષણે બનાવી પ્રભુજીને ચઢાવ્યા. ફાગણ-ચામાસી પ્રસંગે હોળી-ધૂળેટીના નામે મિચ્યત્વીઓએ આચરેલ પ્રગાઢ પાપને બંધ કરાવનાર રીત-રિવાજોને છોડવા જોરદાર ઉપદેશ આપી. અનેક ભાઈ-બહેનેને લૌકિક-મિથ્યાત્વના ફંદામાંથી બચાવ્યા. વળી શાશ્વત નવપદ-આરાધનાની ચૈત્રી એની પ્રસંગે વિશિષ્ટ પ્રેરણા કરી શ્રી નવપદજીની આરાધના કરનારાને વ્યવસ્થિત સગવડ મળી રહે તે શુભ આશયથી કાયમી ચૈત્રી-આસો મહિનાની ઓળી કરાવવાનું શ્રી સંઘ તરફથી ઠરાવવામાં આવ્યું. * ચૈત્રી એળી પૂરી થયા પછી પૂજ્ય શ્રી ભીલવાડા તરફ વિહારની ભાવનાથી ચૈત્ર વદમાં તૈયારી કરવા લાગ્યા, ત્યારે ઉદયપુર શ્રીસંઘના આગેવાનોએ આવીને વિનતિ કરી કે “ साहेब ! गत चोमासेमें आर्यसमाजीयोंने जो खलभली मचाइ थी, उनके पं-गंगेश्वरानंदजी, आपकी विद्वत्ताके सामने चूप बन गये थे। तर्कोकी बौछार वे बरदास्त नही कर सके थे ! પરંતુ “ ગુમાર ટૂના રવે” હૃવત અનુસાર કનટોને વહી મારી તૈયારી સરસ્ટી હૈ! વેદીસે ધુરંધર बिद्वान शास्त्रार्थमहारथी 'स्वामी सत्यानंदजीको आग्रहपूर्वक बुलवानेका तय किया है * આજે પણ એળીની આરાધના સામૂહિકરૂપે સારી રીતે ચાલુ છે જ, ઉપરાંત હવે તો કાયમીવધમાનત૫ આયંબિલ ખાતે સ્થપાઈ ગયું છે. જેમાં બારે મહિના અખિલતપની સુંદર વ્યવસ્થા શ્રી સંઘ તરફથી થાય છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy