SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ HUYU ભા. સુ. ૧ જન્મ-વાંચનના અધિકાર પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર ચાંદી–જડિત કલાત્મક ચૌદ સ્વપ્ન ઉતારવાની પુરાતન-પદ્ધતિને ધર્મપ્રેમી જનતાએ અત્યંત ઉલ્લાસથી અપનાવી હજારોના ચઢાવા બોલી હાદિક ભક્તિ અનુરાગ દર્શાવ્યું. તે પર્વાધિરાજના દિવસોમાં જ યત્તર ચઢતી કલાએ ધર્મધ્યાનની પ્રવૃત્તિના પરિણામે શેઠશ્રી ઈદ્રચંદજી તાંડના વિધવા પત્ની શ્રી છગાબાઈએ શ્રી નવપદજીએાળીની વિધિપૂર્વક કરેલ આરાધના-ઉજમણું અંગે અષ્ટાબ્લિકા-મહોત્સવની રજા શ્રીસંઘ પાસે માંગી. શ્રી સંઘે પણ ધર્મકાર્યોની ચડતી ભાવનાને અનુરૂપ બહુમાન કરી તે અંગે રજા આપી. સુશ્રાવિકા છેગાબાઈએ પૂજ્યશ્રીની પ્રેરણા મેળવી પાંચ ભારે અને ચાર સાદા એમ નવ છેડનું ઉજમણું તે અંગેની જ્ઞાન-દર્શન-ચારિત્રના વિવિધ ઉપકરણે થયાગ્ય રીતે નવનવની સંખ્યામાં લાવી શ્રી ગેડીજી મહારાજના દેરાસર પાસેના ઉપાશ્રયમાં ઉજમણું ભવ્ય રચનાત્મક ગોઠવી શ્રી નવપદજીની ઓળીની આરાધના કરનારા દરેકને ઉત્તરપારણાં કરાવી પોતાના ખર્ચે આંબેલની ઓળી કરાવી. તે દરમ્યાન શ્રીવીતરાગ પ્રભુના ગુણગાન સાથે શ્રી જિનેન્દ્રભક્તિમહત્સવ ખૂબ ઠાઠથી કરાવ્યું. આ પ્રસંગે પત્રિકા દ્વારા આસપાસનાં શ્રી સંઘને પણ શ્રીનવપદારાધના માટે અને મહત્સવમાં પધારવા માટે આમંત્રણ આપેલ. પાછલા દિવસમાં આજુબાજુના સેંકડો ધર્મપ્રેમી ભાવુકે આવી પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઉજમણાનાં દર્શન કરી પ્રભુભક્તિ મહત્સવને લાભ લીધે. પૂજ્યશ્રીની દેખરેખમાં જોધપુર, નાગર, કિરણ વગેરેના લહીયાએ કામ કરતા હતા. તેમની પાસે લખાવીને તૈયાર કરેલ અનેક પ્રતે આ ઉજમણ દરમ્યાન શેઠાણું છેગાબાઈએ પધરાવવાને લાભ લીધે. આ ઉપરાંત આગમ લખાવવા અંગે પિતાની ભાવના વ્યક્ત કરી. ઓળીજી પછી પૂજ્યશ્રીએ ગૃહસ્થોનું ધ્યાન ખેંચી. સોનું-ચાંદી અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી શ્રુત-જ્ઞાનના ધનની જાળવણી માટે ઉધઈ-જીવાત ન લાગે તેવા સુંદર એક, સાગ વગેરેના પાટીયાના ડબ્બા બનાવડાવી લાલ રંગથી રંગાવી સુંદર બંધને–પાકા વીંટકણમાં વીંટાળી જ્ઞાનભંડારને વધુ સુરક્ષિત બનાવવા ખૂબ જહેમત ઉઠાવી. આ પ્રમાણે અનેકાનેક ધર્મકાર્યોથી ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી તુર્ત વિહારની ભાવના છતાં શ્રી ગેડીજી દેરાસરના વિ.સં. ૧૯૬ના વૈશાખથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામની નક ૪૭
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy