________________
SZÜWÜZEMAS
ચાતુમસ નજીક આવવાથી લાભાલાભ વિચારી સં. ૧૯૩૬નું માસું શ્રીસંઘના બીજા અનેક ધર્મ-કાર્યોની સુવ્યવસ્થા અને શ્રીસંઘના આગ્રહથી કર્યું.
ચોમાસામાં શરૂઆતમાં જ આર્ય સમાજ લોકોએ સત્યાર્થ પ્રકાશના આધારે જૈનેને ધર્મ નાસ્તિક વેદબાહ્ય અને હંબગ-વાતેથી ભરેલ છે, એમ કરી જાહેરમાં જૈનધર્મ, તેનાં શાસ્ત્રો, સાધુઓ અને તેમની માન્યતાઓને ઉપહાસ ભર્યો પ્રચાર કરવા લાગ્યા.
પૂજ્યશ્રીએ વેદ-સ્મૃતિ-ગીતા-મહાભારતના દાખલા ટાંકી જૈન તીર્થકરે તે વેદની ચા-મંત્રમાં ગુંથાયેલ છે અને ઈશ્વરની માન્યતા અંગે ચાલી આવતી ધારણાઓ કેટલી ભ્રામક અને પિકળ છે? તે જાહેરમાં ચર્ચવી શરૂ કરી.
શ્રી દયાનંદજીને મૂર્તિપૂજા પરના ખસી ગયેલા વિશ્વાસના આધારે કેવા અપ્રામાણિક તને સહારો લઈ અને વેદની બચાઓના અર્થો મરડીને પિતાની વાત એકતરફી રજુ કરી છે? તેની પણ ખૂબ છણાવટ કરી.
સનાતનીઓ પૂજ્યશ્રીના આ વિવેચનથી આકર્ષાઈ આર્યસમાજે તે વૈદિક–પરંપરાને જબ્બર દ્રોહ કર્યો છે, અનાદિકાળની ચાલી આવતી મૂર્તિપૂજા પર મોટા કુઠારાઘાત કર્યા છે, એ પિતાની માન્યતાને જબરે ટેકે જૈન–સાધુ દ્વારા મળી રહ્યાનું જાણું સનાતની આગેવાન વિદ્વાન, ગૃહસ્થાએ પૂજ્યશ્રીને ખૂબ પ્રેમ-આદરથી સાંભળ્યા અને “દુશમનને દુશ્મન તે આપણે મિત્ર” એ સૂક્તિના આધારે આખા ઉદયપુર શહેરમાં સનાતનીઓના પ્રબળ સહકારથી પૂજ્યશ્રીએ આર્ય– સમાજની માન્યતાઓનું સચોટ દલીલેથી નિરસન કરવા માંડ્યું, તેની ખૂબ પ્રભાવશાળી છાયા આખા ઉદયપુર-શહેરમાં ખૂબ વ્યાપક-પ્રમાણમાં ફેલાઈ
આર્યસમાજીઓએ ગંગેશ્વરાનંદજી નામના પિતાના વિદ્વાન-સંન્યાસીને બહારથી તેડાવી શાસ્ત્રાર્થને ડોળ કર્યો. પૂજ્યશ્રીએ સનાતનીઓના વેદ-વેદાંગપારગામી અનેક ધુરંધર પંડિતેને સહકાર મેળવી વેદ, ઉપનિષદુ, આદિના આધારે આર્યસમાજની માન્યતાઓની અસારતા જાહેર કરી.
આમાં પ્રસંગે–પ્રસંગે જૈન ધર્મના સિદ્ધાંત, ત, અને માન્યતાઓની અણસમજથી વિકૃત રૂપે શ્રી દયાનંદસ્વામીએ કેવી ભળતી રજુઆત કરી? તે સત્યાર્થ પ્રકાશના ફકરા અને શાસ્ત્રપ્રમાણેથી સમાંતર–શૈલિએ જણાવી જાહેર જનતાને આર્યસમાજીએની પિકલ-પ્રચારનીતિના કૂટપાશમાંથી બચાવી જૈનધર્મને જયજયકાર વર્તાવ્યા.
પર્વાધિરાજની સુંદર ઉલ્લાસભરી આરાધના થઈ, મહાસૂત્ર શ્રી કલ્પસૂવજીને વાંચન અર્થે ઉમંગપૂર્વક ભવ્ય ગજરાજ પર શ્રી કલ્પસૂત્રને પધરાવી રથયાત્રા, રાત્રિજાગરણ વગેરે કાર્યક્રમ સાથે અપૂર્વ ધર્મોલ્લાસ જૈન શ્રીસંઘમાં પ્રવર્તાપે.