________________
%િbtk&te
સાધી કાનડમાં જાહેર વ્યાખ્યાનેથી સંવેગી સાધુઓની વિદ્વત્તા અને ચારિત્ર શુદ્ધિનું વાતાવરણ ઉભું કરી વિપક્ષીઓ-સ્થાનકવાસી–તેરાપંથીઓને આકર્ષા.
વ્યાખ્યાનમાં તાત્વિક–બાબતેની ઝીણવટભરી વિચારણાથી સ્થાનકવાસી–તેરાપંથીઓ પણ હિંસાના પ્રશ્ન પર તાત્વિક રીતે ચર્ચા-વિચારણા કરી સત્ય પ્રકાશને મેળવી શક્યા.
પરિણામે પૂજ્યશ્રીની આદેય-વાક્યતા નિવડવા પામી, જેથી દેરાસર અંગેના સામાજિક -પ્રસંગેના લાગા વગેરે આપવાની ચાલી આવતી પ્રથાને ચાલુ રાખવાનું ડહાપણ વિપક્ષીઓને પણ સ્વતઃ ઉપજયું
આ રીતે પૂજ્યશ્રીએ પિતાની પ્રૌઢ પુણ્ય પ્રતિભા અને તાવિક–દેશના બળે મેવાડ જેવા સંગી-સાધુઓના સંપર્ક-વિહેણા ક્ષેત્રમાં પણ આડકતરી રીતે તત્વભૂમિકાના સંપાદન-બળે જિનશાસનને વિજ્યડંકો વગાડે, કાનડ શ્રીસંઘના આગ્રહથી ચૈત્રી-ઓળીનું આરાધન કાઠથી કરાવ્યું
પછી આજુબાજુ વિચરી ચોમાસા અર્થે વધુ લાભની સંભાવનાથી ઉદયપુરમાં વિ સં. ૧૯૩૫નું ચોમાસું કર્યું.
ચાતુર્માસમાં શ્રી ધર્મરત્નપ્રકરણ અને પાંડવ ચરિત્રનું વાંચન થયું, તેમાં પર્વાધિરાજના માસઘરના દિવસે પર્વાધિરાજની સફળ આરાધના માટે પાંચ કર્તવ્ય પૈકી અમારિ પ્રવર્તન નામે પ્રથમ કર્તવ્યનું મહત્ત્વ સમજાવતાં જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હિરસૂરીશ્વરજી મ.ના દષ્ટાંતથી અને શ્રી શાંતિચંદ્રવાચકના પ્રસંગોથી આ મંગલ-દિવસે માં સંસારી–હિંસાની પ્રવૃત્તિઓ બંધ કરવાકરાવવા પર ભાર મુક્યો. તર્કબદ્ધ રીતે જીવને ધર્મકાર્યના પ્રસંગે અભયદાન આપવાની વાતને મહત્ત્વપૂર્ણ સમજાવી.
પરિણામે “સાપ ગયા લીસોટા રહ ગયા” ની જેમ પજુસણ-પર્વના પ્રારંભના બે ચાર દિ' અગાઉ જુની પરિપાટિ મુજબ રાજ્ય તરફથી ઘેષણ-ડાંડીપીટાવના રૂપે થતી–“બે દિવસ પછી શ્રાવકના આઠ દિવસના પજુસણ શરૂ થાય છે, તેથી ઘાંચીઓએ ઘાણી બંધ રાખવી. માછીમારોએ જાળ ન નાંખવી. ની કતલ કેઈએ ન કરવી. વગેરે. પણ કાળચક્રના પરિવર્તનથી લેકની ભાવનામાં ઘસારો થવાથી ઘાંચી-માછીમારે વગેરે આ બાબત પુરતું પાલન કરતા ન હતા.
એટલે પૂજ્યશ્રીએ એક સામુદાયિક મોટી ટીપ જીવ છોડામણની કરાવી– જેમાંથી જે તે ઘાંચી-માછીમાર કસાઈ વગેરેને પૈસા આપીને પણ પજુસણના પવિત્ર દિવસોમાં હિંસા ન થાય તે રીતને વ્યવહારૂ ઉપાય કાઢ.
આ ગ5ભાગ દ્વારા કોઈ