________________
મિતી
.. 0826
નિમિત્તે વાર્ષિક દિવસ તરીકે પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકથી પવિત્ર ચે. વ. ૮ ના દિવસને મહત્વ પૂર્ણ ગણવા પર ભાર મુકી દેશ-દેશાવરમાં હજારો પત્રિકાઓ મેકલાવી પ્રચાર ખૂબ કરાવ્યું.
ફા.વ.૩ના મંગલ મુહૂર્ત શ્રી સંઘે ઉદયપુરથી પ્રયાણ કર્યું. પુરૂષાદાણી પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અધિષ્ઠિત શ્રી વિનાબેડા તીથે પ્રથમ મુકામ થયે.
ફા.વ.૭ના મંગળ દિને કેશરીયાજી તીર્થે મંગળ પ્રવેશ થયે. જાહેરાત થયા પ્રમાણે રાજસ્થાન, માલવા, મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશમાંથી પણ હજારોની સંખ્યામાં યાત્રિકે આવેલ તે બધાના હર્ષોલ્લાસ વચ્ચે વદ આઠમ સવારે તીર્થપતિના સમૂહ-ચૈત્યવંદન સાથે દર્શન કરી દેરાસરના આગળના ચોકમાં તીર્થમાળની વિધિ થઈ. વ્યાખ્યાન પણ થયું, સંઘપતિ તરફથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા ઠાઠથી થઈ. બપોરે મોટી પૂજા ભણાવી, સાંજે ચાર વાગે ભવ્ય રથયાત્રા નિકળી. પૂજ્યશ્રીએ આવેલ યાત્રાળુઓને દર વર્ષે આ દિવસને મેળા-વાર્ષિકયાત્રાના પ્રતીકરૂપે ચાલુ રાખી પ્રભુ ભક્તિ-પૂજા-રથયાત્રા આદિ કરી આ દિવસની ઉજવણી માટે પ્રેરણા કરી,
વિ.સં. ૧૯૩૪ના ફા.વ.૮થી શરૂ થયેલ તે મેળે આજ દિન સુધી ખૂબ ઠાઠથી ભવ્ય દબદબા પૂર્વક ઉજવાય છે, હવે તે આ મેળામાં ભીલ લોકો પણ કાળીયાબાબાની અટૂટ–ભક્તિથી હજારેની સંખ્યામાં જોડાયા છે.
પૂજ્યશ્રી કેશરીયાજી થી સલુંબર આદિ ગામની સ્પર્શના કરી ઉદયપુરમાં વૈશાખ મહિને પધાર્યા, શ્રી સંઘનાં અનેક ધર્મકાર્યો કરવાનાં હોઈ વિ.સં. ૧૯૩૪નું ચોમાસું પણ ઉયપુરમાં કર્યું.
ચેમાસામાં શરૂઆતમાં જ શ્રી વર્ધમાન તપની ઓળીની આરાધના કરાવી, પર્વાધિરાજની આરાધના પ્રસંગે ચૌસઠ–પ્રહરી પૌષધની પ્રેરણા કરી અનેક પુણ્યવાનને પૌષધ સાથે પર્વાધિરાજની આરાધના કરાવી.
પજુસણ પછી શહેર યાત્રાનું આયોજન કરી બધા જિનાલયોમાં શ્રાવકોએ જાતે પોતાના હાથે કચરો વાળવાથી માંડી પ્રભુજીની અષ્ટપ્રકારી-પૂજાને સામુદાયિક કાર્યક્રમ ગોઠવી પૂજ્યશ્રીએ શ્રી સંધમાં અપૂર્વ ધર્મોત્સાહ પ્રગટાવ્યા.
ચાતુર્માસ પુરૂં થયેથી ભીલવાડા બાજુ વિહાર કરી અનેક ગામોમાં ધર્મની આરાધનાનું વિશિષ્ટ વાતાવરણ તૈયાર કરી ફાગણ માસી લગભગ પાછા ઉદયપુર પધાર્યા.
કાનડના શ્રી સંઘમાં ભીડરવાળા યતિજીની રૂઆબભરી સત્તાના કારણે સ્થાનકવાસી અને તેરાપંથીઓએ દેરાસરના લાગા વગેરે આપવાનું બંધ કરવાથી ઉપજેલા વિક્ષેપને દૂર કરવા પૂજ્યશ્રી ઉદયપુર શ્રી સંઘના અગ્રગણ્ય ચાર-પાંચ વ્યક્તિઓને લઈ ભીંડરના યતિજીને સંપર્ક