SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સિા .00 માગ સુ. રના મંગળદિને ભવ્ય રથયાત્રા કાઢી આગમનું બહુમાન કરવાપૂર્વક શ્રી આવશ્યક સૂત્ર શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી નંદી સૂત્ર શ્રી અનુગદ્વાર સૂત્ર આ પાંચ આગમોની વાચના મંગલાચરણ રૂપે શરૂ કરાવી. રોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૪ વાચના વખતે ઘીને દીવે, ગહુલી, જ્ઞાનપૂજા વગેરે વિધિનું પાલન બહુમાન સાથે થતું. માહ સુ. ૫ શ્રી આચારાંગસૂત્રથી અગ્યાર અંગની વાંચન શરૂ થઈ ચે.સુ.પથી સાઢાબાર દિવસની અસજ્ઝાયના કારણે વાંચના બંધ રહી તે અરસામાં આગમિક-ભક્તિ નિમિત્તે ભવ્ય અષ્ટલિંકા-મહત્વ થયે. ચિ.વ. ૨ થી શ્રી ભગવતી સૂત્રની શરૂઆત થઈ અસાડ સુ. ૧૩ સુધીમાં શ્રી ભગવતી સૂત્ર પૂરું થયું. ચોમાસા દરમ્યાન પજુસણ પૂર્વે શ્રીજ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસકદશા, શ્રી અનુત્તરૌપપાતિક દિશા, શ્રી પ્રહનવ્યાકરણ સૂત્રની વાચના પૂરી થઈ. - ભા. સુ. ૧૦ થી આસો સુ.૫ સુધીમાં શ્રી ઉવવાઈ, શ્રી રાયપસણી, શ્રી જીવાભિગમસૂત્રની વાચના થઈ, આસો વદ-રથી જ્ઞાનપાંચમ સુધીમાં શ્રી પન્નવણુ સૂત્રનું વાંચન થયું. કા. વ. ૧૦ સુધીમાં બાકીના ઉપાંગોની વાચના પુરી થઈ પછી પૂજ્યશ્રી પર ઉદયપુરમાં સ્થાનકવાસીએ તથા આર્ય સમાજ તરફથી મહાતાંડવ ઉપસ્થિત થયાના સમાચાર અવારનવાર ચોમાસા દરમ્યાન પૂ. શ્રીમૂલચંદજી મ. દ્વારા મળવાથી ચોમાસું ઉતર્યો તુર્ત ઉદયપુર જવાની આજ્ઞા આવેલ. તેથી છ છેદસૂત્રો તે જાહેરમાં વંચાય નહીં માત્ર દશ પન્ના આગમ વાંચનામાં બાકી રહ્યા. તે આગળ પર ક્યારેક વાત એમ કરી, કા. વ. ૧૩ પૂજ્યશ્રીએ ઝડપી વિહાર ઉદયપુર તરફ લંબાવ્યા. માગસર વદ ૫ લગભગ ઉદયપુર પધાર્યા, ઉદયપુરમાં સંવેગી-સાધુઓના વિહારને સર્વથા અભાવ અને શ્રી પૂજ્ય-વતિની બેલબાલામાં શ્રી વીતરાગ પ્રભુજીના ૩૬ જિનાલયે છતાં ધર્મપ્રેમી જનતામાં ધર્મભાવનાની ખૂબ જ ઓછાશ અને સ્થાનકવાસીઓની આપાત–રમ્ય સુંદર લાગતી દલીલોના ચકાવે ચઢી જવાથી શ્રાવકજીવનને અનુરૂપ પ્રભુદર્શન કે શ્રી વીતરાગ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા આદિની પદ્ધતિમાં ખૂબ જ ગાબડું પડેલ. - પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રી સંઘને શ્રાવક-કુળની મહત્તા, જિનશાસનને મહિમા અને “અનંત કર્મોના ભારથી છૂટવા માટે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy