________________
SSVVTEURS
ત્રણથી ચાર દિવસ બપોરે બેથી ચારના ગાળામાં વિચારણા ચાલી, અનેક તર્ક-વિતર્કો શાસ્ત્રપાઠોની વિચારણ, અર્થઘટનની વિચિત્ર શૈલિ અને સ્થાપિત રૂઢ માન્યતાઓની પકડવાળી વિચારધારા આદિ સંબંધી રજુઆત થઈ
જેમાં કેટલાક આગ્રહી–માનસના વિકૃત વલણથી કડવાશ ફેલાતાં વર્ગવિગ્રહનું વાતાવરણ જામવા લાગ્યું.
પરિણામે સમજદાર વગ ધીરે ધીરે ખસતે ગયે. પૂજ્યશ્રીએ તાત્વિક વિચારણાની ભૂમિકા નક્કર ન લાગવાથી પછી વાડીએ જવાનું બંધ કર્યું.
વિતંડાવાદીસ્વરૂપથી સત્યની શોધ ખોરવાઈ જાય છે એ વાત પ્રત્યક્ષ અનુભવાઈ . થોડા દિવસ પછી જાહેર વિચારણું પડી ભાંગી પણ અંદર વિચારભેદની ગ્રંથિઓ કાયમ રહી. અવારનવાર પોતાની રીતે આક્ષેપાત્મક નીતિના ધોરણે વિકૃત વાતે રજુ થવા લાગી.
પૂજ્યશ્રી આક્ષેપાત્મક-નીતિની પાછળ રહેલ માનસને પારખી મૂળ વાત પકડી રાખી જનતાના માનસ પર સત્યતત્વની ઝાંખી મંડનશૈલિથી કરાવવા લાગ્યા.
રતલામ શ્રીસંઘે ડોળાયેલા આ વાતાવરણમાં ચોમાસાને લાભ ફરીથી આપવાને આગ્રહ રાખી પૂજ્યશ્રીને જેઠવદ દશમના મંગળદિને ચાતુર્માસિક પ્રવેશ કરાવ્યું.
સ્થાનકવાસી-બ્રીસંઘમાં શ્રી હરખચંદજી ચેપડા, કિશનલાલજી માનાવત અને મુખમલજી બોથરા વાવૃદ્ધ અને ઠરેલ બુદ્ધિના આગમિક-વાતને સૂઝ પૂર્વક સમજનારા હતા.
તેઓએ પ્રથમથી કહેવડાવી પૂજ્યશ્રી પાસે જિજ્ઞાસાથી મળવા ઈચ્છા પ્રશિત કરી. પૂજ્યશ્રીએ પણ ગમે ત્યારે બપોરે બેથી ચારમાં આવી શકવા સંમતિ દર્શાવી.
ત્રણે જાણકાર-શ્રાવકેએ પૂજ્યશ્રીને સંપર્ક સાધી વિવિધ સ્પષ્ટ ખુલાસા મેળવી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો અને પૂજ્યશ્રીની પ્રતિભાભરી વિદ્વત્તાથી આકર્ષિત બન્યા.
પરિણામે તેઓએ ઉહાપોહમાં રહેલ કડવાશ અને આક્ષેપાત્મક નીતિ બંધ કરાવી. સરળભદ્રિક જનતાને જિજ્ઞાસુ ભાવે સત્ય સમજવાનાં દ્વાર ખુલ્લા કર્યા.
જેના પરિણામે બસથી અઢીસે ઘરને સમુદાય પૂજ્યશ્રીના વ્યાખ્યાનાદિને લાભ લેવા લાગ્યાં. જેથી તેમના હૈયામાં મૂર્તિપૂજાની પ્રમાણિકતા બદલ સચેટ વિશ્વાસ થવાથી તેઓ જિનશાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક તરીકેના આચારમાં દહેરાસર દર્શન-પૂજા આદિમાં પ્રવર્તાવા લાગ્યા.
HT* 08080