SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ WelVUM ચાર્તુમાસ દરમ્યાન આ રીતના સ્થાનકવાસી સંઘના ઉગ્ર વાતાવરણની શાંતિ અને સેંકડોની મૂર્તિપૂજાની શ્રદ્ધા કેળવાયાને પરિણામે રતલામ જેન શ્રીસંઘે પૂજ્યશ્રીને સાચા શાસનપ્રભાવક સમજી ખૂબ આદર સન્માન કર્યું. પજુસણમાં નવા જોડાયેલા ધાર્મિકેની મોટી સંખ્યાએ તપસ્યા ચઢાવા વગેરેમાં ખૂબ સારો લાભ લીધે. આ ઉપરથી સ્થાનકવાસી-સંઘમાં રૂઢિચુસ્ત માનસ ધરાવનાર બહોળા વર્ગમાં વજુસણ પછી ઘણે ઉહાપોહ મચ્યો અને ચાતુર્માસ સ્થિત સાધુ-સાધ્વીઓએ કાગારોળ મચાવી ફરીથી “મૂર્તિપૂજા હંબગ છે અશાસ્ત્રીય છે”ની ઝુંબેશ ઉપાડી. જાતજાતના ચિત્ર-વિચિત્ર તર્કો–કુતકની પરંપરા શરૂ થઈ, તેમ છતાં પૂજ્યશ્રીએ પિતાના મીઠા-મધુરા ઉપદેશ દ્વારા શ્રી જૈન સંઘને-શ્રાવકે વગેરેને ખૂબ જ ધીરજ રાખવા જણાવી પોતે વિશિષ્ટ સમતા અને કુનેહબાજી સાથે સ્થાનકવાસીઓ તરફથી આવતા વિવિધ આક્રમણને વેગ્ય પ્રતિકાર કરવા લાગ્યા. આ પ્રસંગે પિસ્તાલીશ આગમોમાંથી સ્પષ્ટ મૂર્તિપૂજાના પાઠવાળા તેર આગમને અમાન્ય કરી બત્રીસ જ આગ ને પણ મૂળ માત્ર માનવાની પકડવાળા સ્થાનકવાસીઓએ અર્થઘટનની વિષમ વિકૃતિઓને આસરો લીધે, એટલે પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓને માન્ય બત્રીશ આગમમાંથી જ મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવનારા પાઠની ટૂંકી વિવેચનાવાળી નાની પુસ્તિકા “ભક્તિપ્રકાશ” નામથી તૈયાર કરી છપાવી જાહેર જનતાના વિચાર માટે રજુ કરી. જે વાંચી ડું ભણેલા પણ આરાધક આત્માઓ સ્પષ્ટપણે બત્રીશ આગમમાં પણ મૂર્તિપૂજાની યથાર્થતાને જાણી સમજી નાહકને વાણી-તાંડવને અયોગ્ય માની સત્યના આગ્રહી બન્યા. પૂજ્યશ્રીએ ચોમાસાના છેલ્લા બે મહિના વિપક્ષીઓએ ઉઠાવેલ તાંડવના શમન માટે ખૂબ જહેમત ઉઠાવી, એકંદરે સ્થાનકવાસી દલીલ, શાસ્ત્રપાઠો અને વિષયની રજુઆતના આધારે પૂજ્યશ્રીની પ્રતિભાને ખંડિત કરવાની મુરાદમાં નિષ્ફળ નિવડયા ચાતુર્માસ પૂર્ણ થયા દરમ્યાન બદનાવરના શેઠ જડાવચંદજીએ ઘરમાંથી શ્રાવિકાને જ્ઞાનપંચમી તપતી પૂર્ણતાએ ઉજમણું કરવાને ભાવ થવાથી પૂજ્યશ્રીને માગ. સુ. ૩થી શરૂ થતા મહોત્સવમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી, પૂજ્યશ્રીએ કા. વ, ૧૦ના મંગલદિને રતલામ શ્રીસંઘની ભાવભરી વિદાય લઈને કરમદીતીર્થે પધારી શ્રી સંઘ તરફથી પૂજા–સ્વામિ-વાત્સલ્ય વગેરે થયા પછી કા, વ. ૧૧ બદનાવર તરફ વિહાર કર્યો. કા, વ, ૧૩ના મંગલ-પ્રભાતે બદનાવર શહેરમાં ભવ્ય સ્વાગતપર્વક પ્રવેશ કર્યો.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy