SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ KUVVEMIRS આવેલ, એટલે ગાડાની વ્યવસ્થા કરી પૂજ્યશ્રીને સંયમમાં વધુ દૂષણ ન લાગે તેવા વિવેક પૂર્વક ભક્તિ માટે પગપાળા ચાલ્યા. પૂજ્યશ્રી પણ ગોધરાથી દાહોદ અને દાહોદથી રતલામ સુધીના ૧૦૦ માઈલના પ્રદેશમાં બીહડ જંગલ–વિકટ પહાડો આદિની વિષમતાવાળા પંથે યથાશક્ય સંયમની શુદ્ધિ પૂર્વક વિવેકી-શ્રાવકની ભક્તિથી વૈ. સુ. ૧ રતલામ પહોંચી ગયા. તે વખતે રતલામમાં શિથિલાચારી સાધુઓની વ્યક્તિગત--આચારની ઢીલાશથી જોર કરી રહેલ ઢંઢકપંથી સ્થાનકમાર્થીઓ અને કાળ પ્રભાવે મતભેદની જંજાળમાં સત્યની અટવામણના નમૂના રૂપ તાજેતરમાં પ્રકટેલા ત્રિસ્તુતિક મતના પ્રવર્તક આ. શ્રી વિજયરાજેન્દ્રસિરિ મ. ના છટાદાર પ્રવચની રમઝટ અને રોચક પ્રવચન–શૈલિથી શાસ્ત્રીય પરંપરાના અનુયાયીઓ માટે ખૂબ જ વિસંવાદી વાતાવરણ સર્જાયેલ, પૂ. શાસન-પ્રભાવક મુનિપુંગવ શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ થોડા દિવસ સર્વસાધારણ ધર્મોપદેશની ધારા ચલાવી લેકમાનસમાં જિનશાસનની મૂળ પરંપરાના વાહક સંગી-સાધુઓના પરિચય–સંપકના અભાવે ઘટી ગયેલી શ્રદ્ધાને વધારવા પ્રયત્ન કર્યો, સાથે સાથે પૂ. ગચ્છાધિપતિશ્રીએ જે કામ માટે પોતાને મોકલેલ છે, તે કામ માટે ભૂમિકાની તપાસમાં વાતાવરણને અભ્યાસ કર્યો. શ્રાવકોમાં એક બીજાના ગુંથાયેલ જ્ઞાતિના સંબંધના કારણે સત્યને વળગી રહેવાની ક્ષમતા ઓછી જણાઈ, સાથે જ સરખી રીતે સમજણ મળેલ ન હોઈ અજ્ઞાન-દશાના અંધારાં પણ શ્રાવકોના માનસમાં વધુ ઘેરાં લાગ્યાં. આ ઉપરાંત પક્ષાપક્ષીના દાવપેચની કૂડી રમત પણ કાળ-બળે સૈદ્ધાન્તિક-મતભેદોને વિકૃત કરવામાં મેટા ભાગે ફેલાયેલ જણાઈ. વધુમાં સ્થાનકવાસીઓ અને ત્રિસ્તુતિક-મતવાળા પિતાના સાધુઓની ખાદ્યચર્યા જે કે શાસ્ત્રીય–વચનના અતિ-ગના પરિણામે શાસ્ત્રની દષ્ટિએ સ્વચ્છેદ-ભાવવાળી કહી શકાય તેને આગળ કરી જિનશાસનની પરંપરાવાળા સાચા શ્રમના સંપર્કના અભાવે શિથિલાચારી તિઓના વિકૃત આચારને આગળ કરી શાસ્ત્રીય-પરંપરાને ઝાંખી કરવાના કુચકોની ગતિશીલતા નિહાળી ટૂંકમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ખૂબ જ ગંભીર ભાસતી પરિસ્થિતિનું અધ્યયન કરી ક્યા મહત્વના કેન્દ્ર પર હથેડે મારી ખોટકાઈ ગયેલ એંજીનને ચાલુ કરનાર કુશળ કારીગરની સૂઝબુઝની જેમ શાસ્ત્રીય બાબતેની મૌલિક ચિંતન અને ગીતાર્થપણાને મધુર મિશ્રણની તૈયારી કરવા લાગ્યા. આ શSભા છેરક)
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy