SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ SUNTEMAS દેશનાથી આકર્ષાઈ છે વિગેરે આટોપી પજુસણથી ઠેઠ કા. સુ. ૧૫ સુધી પૂજ્યશ્રીની નિશ્રામાં દેશ વિરતિભાવે રહી સંસાર છોડી પ્રભુશાસનની ભાગવતી દીક્ષા સ્વીકારવા માટે તૈયારી કરી રહ્યા. પૂજ્યશ્રીએ પણ શાસ્ત્રીય રીતે ચકાસી આત્મકલ્યાણનું દયેય જીવનમાં ટકાવવું કેટલું કપરૂં છે? તે સમજાવી પ્રભુશાસનના સંયમની તુલના મીણના દાંતે લેઢાના ચણા ચાવવા સાથે બતાવી ગ્ય પાત્રતા પરખી કા. વ. ૫ ના દિને તેમના કુટુંબીજને અને સકળ શ્રી સંઘના ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપી શ્રી રત્નસાગરજી મ. નામ આપી પિતાના સર્વપ્રથમ શિષ્ય તરીકે સ્થાપ્યા. આ પૂર્વે દીક્ષાર્થી તે ઘણા આવેલ, પણ બધાને ગુરૂભાઈ અગર પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય તરીકે દિક્ષિત કરેલ. પછી વિહાર કરી ઊંઝા-વિસનગર-દહેગામ થઈ અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિ શ્રીના ચરણમાં જઈ નવ-દીક્ષિતને વેગવહન કરાવી વડી દીક્ષા અપાવી. પછી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો, સાણંદ, વિરમગામ, લીંબડી, વઢવાણ, બોટાદ, વિગેરે શહેરમાં જઈ શાશ્વત ગિરિરાજશ્રી સિદ્ધાચલજી મહાતીર્થની ભાવભરી યાત્રા કરી. પૂ. ગચ્છાધિપતિના ગુરૂભાઈ ૫. સરળાશયી, મહાધુરંધર જ્ઞાની, ક્રિયા પાત્ર પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મ. ની પાવન નિશ્રામાં ભાવનગરમાં ચાતુર્માસ કર્યું. ચોમાસા દરમ્યાન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, ના બહોળા અનુભવની મલાઈ અને શાસનની ઝીણવટભરી ઓળખાણ પૂજ્યશ્રીએ મેળવી પિતાની જ્ઞાન-ગરિમામાં વધારો કર્યો. ' અનેક ધર્મકાર્યોથી સાનં ચોમાસું પૂર્ણ કરી પાછાં વળતાં વલભીપુર (વળ) માં પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ.ના સહવાસથી વૈરાગી બનેલા, પણ ગ્ય નિશ્રાની તપાસમાં અટકી રહેલ પુણ્યાત્માશ્રી કેશરીચંદ ભાઈને અચાનક પૂજ્યશ્રીની પ્રૌઢ આગમિક-દેશના અને સચોટ રદિયાવાળી પ્રતિપાદન શૈલિ સાથે શુદ્ધ સંયમી-જીવનથી સુષુપ્ત રહેલ વૈરાગ્યભાવના પ્રદીપ્ત બની, કુટુંબીઓને સમજાવી શ્રીસંઘના સહકારથી પિ. સુ. ૧૦ ને મંગળ દિને શ્રી. દેવદ્ધિ ગણું ક્ષમાક્ષમણ ભગવતે કરેલ છઠ્ઠી આગમ વાચનની પુણ્ય-ભૂમિમાં પંચાવન વર્ષની પાકી વયે પણ અનેરા ચઢતા ઉલ્લાસપૂર્વક ધામધૂમથી દીક્ષા સ્વીકારી અને મુનિ શ્રી કેશરસાગરજી નામ રાખી પૂજ્યશ્રીએ પિતાના દ્વિતીય શિષ્ય બનાવ્યા. પછી બરવાળા–ધંધુકા-કાઠ-બાવળા થઈ પુનઃ પૂ. ગચ્છાધિપતિની નિશ્રામાં આવી ગવહન કરાવી નૂતન દીક્ષિતને વડી દીક્ષા આપી. wa MUOUS
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy