SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 1િ ), 2012 હોય તેમ પૂજ્ય શ્રીના વ્યાખ્યાનેથી આનંદવિભોર બની પોતાના જીવનને ધર્મક્રિયાઓના એકઠામાં ઢાળવાની ઘરેડમાં તત્વદષ્ટિ-વિવેકબુદ્ધિના મિશ્રણથી ઉત્તમ ધર્મ ક્રિયાઓને સુંદર જીવન જીવવા રૂપે ઘાટ ઘડવા લાગ્યા. એ રીતે પોતાના જીવનને લેકહેરીએ માત્ર કિયાએ કરી સંતોષ માણવાના ચાલુ ચીલામાંથી બહાર કાઢી જીવનને જ્ઞાનીઓની આજ્ઞાનુસાર સંસ્કારોના નિરોધ સાથે કર્મ–નિર્જરાના ધ્યેયના ઉચ્ચ આદર્શ તરફ વાળવા ભાગ્યશાળી બની શક્યા. તેમાં પૂજ્યશ્રીને ભારેભાર ઉપકાર માની રહ્યા! આ પ્રસંગે પછી પૂજ્યશ્રી પાછા રાજનગર-અમદાવાદ પધાર્યા. મગનભાઈ ભગત પૂજ્ય શ્રીના સહવાસ અને વ્યાખ્યાનથી મેળવેલી તત્ત્વદષ્ટિને અવારનવાર અમદાવાદ જઈ કલાકો સુધી ધર્મચર્ચા-જ્ઞાનેગેઝીરૂપે વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા મેળવી વિકસાવી રહ્યા ! - પૂજ્યશ્રી પણ કપડવંજ-શ્રી સંઘ તરફ અજ્ઞાત રૂપે પણ અંતરથી આકર્ષિત બની રહ્યા, જ્યારે અવસર મળે ત્યારે પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી આસપાસના પ્રદેશમાં કેક ધર્મકાર્ય પ્રસંગે વિરવા ટાણે મેળ ખાય તે કપડવંજની પર્શના અચૂક કરતા! આમ કુદરતી અવિરત ગતિએ ચાલતા કાળચક્રના કેટલાક દાંતા પૂજયશ્રીના કપડવંજ તરફના વધુ પક્ષપાત અને મગનભાઈ ના અંતરના આકર્ષણ રૂપે ગતિશીલ બની રહ્યા. આમ પૂજ્યશ્રી વિ. સં. ૧૯૨૬ ની સાલ સુધી પૂ. શ્રી ગચ્છાધિપતિની નિશ્રામાં રહી સચેટ આગરિક પરાપરાના મૌલિક તને ગુરૂકુળવાસ, વિનય-મર્પણ આદિ બળે મેળવેલ અદ્ભુત ગુરૂકૃપાથી આત્મસ તુ કર્યા. પછી પૂ. ગચ્છાધિપતિ ની આજ્ઞાથી જમભૂમિ મહેસાણા પધાર્યા, તેઓશ્રીની અજોડ વિદ્વત્તા, અલૌકિક પ્રતિભા અને સચોટ આગમિક વ્યાખ્યાનેથી પ્રભાવિંત બની કુટુંબીજને ઉપરાંત શ્રી સંઘ પણ પિતાના ગામનું એક રત્ન શાસનના ચરણે સમર્પિત થઈ અદ્વિતીય શાસનતું ગૌરવવંતુ આભૂષણ બની રહ્યાનું જાણી ગૌરવાન્વિત થયા. બાદ પાંચેટ, ધીણેજ, ચાણસ્મા, વડાવલી, ગાંભૂ, મોઢેરા શંખલપુર થઈ શંખેશ્વર-મહાતીર્થની સ્પર્શન કરી પાટણમાં વિ. સ. ૧૯૨૭ નું ચે મારું સ્વતંત્ર સર્વપ્રથમ કયું. ચેમાસા દરમ્યાન થી વિશેષાવશ્યક ભાષ્યનું વાંચન આગમિક પદાર્થોની છણાવટ સાથે અનેક પુણ્યાત્માઓને પ્રેરક બન્યું. ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપસ્યાઓ અને અષ્ટાહ્નિકા મહોત્સવો થયા. ઉણ-થરાના વતની શ્રદ્ધા-સંપન્ન શ્રી પુનમચંદભાઈ ચોમાસા દરમ્યાન પૂજ્યશ્રીની Jitutusaying, Bી વારિ All I
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy