SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ KESQUŽŪZEMRE પાખવાની કુંચી સમી ગીતાર્થતા મેળવી, એટલું જ નહીં, પણ વિચારણના વિરોધાભાસ વખતે પૂજ્યશ્રીની દેરવણ શાસ્ત્રાનુકૂળ અને ટંકશાળી મનાવા લાગી. આ ગાળામાં પ્રાયઃ વિ. સં. ૧૯૧૬ ના માહ વદ ૭ દિવસે પોતાના જીવને પકારી દીક્ષાદાતા ગુરૂદેવશ્રી ગૌતમસાગરજી મ. ને તેર વર્ષની વયે રાજનગર-અમદાવાદ નાગરીશાળાના ઉપાશ્રયે કાળધર્મ થવાથી પિતે પૂ. શ્રી મૂલચંદજી મ. ની પાવનકારિણી નિશ્રાને જીવનના છેડા સુધી નભાવી શકાય તે રીતે અંગીકાર કરેલ. પૂજ્યશ્રી પૂ. શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાનો લાભ લેવાની સાથે સાથે વચગાળામાં આસપાસના પ્રદેશમાં ટૂંકા ગાળા માટે વિહરી આવી સંયમની જયણાઓનું વિશિષ્ટ પાલન પણ કરતા હતા. વિ. સં. ૧૯૨૫ માં પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે કપડવંજને શ્રી સંઘ શેષકાળમાં અષ્ટહિકા-મહોત્સવના પ્રસંગે વિનતિ માટે આવેલ, પૂ. ગચ્છાધિપતિજીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મોકલ્યા. કપડવંજના શ્રી સંઘે ઉમંગભેર ખૂબ ઠાઠથી સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી અદ્દભુત બહુમાન કર્યું–શ્રીફળ-રૂપિયાની પ્રભાવના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં કરી. | ગીલ પૂજ્યશ્રીની તાત્વિક અને બાળ-જીવને સમજાય તેવી રસિક વ્યાખ્યાન-શૈલીથી ધર્મપ્રેમી જનતા પર્વાધિરાજના દિવસોની જેમ ઉપાશ્રયમાં માય નહીં તેટલી બધી આવવા માંડી, પૂજ્યશ્રી બુદ્ધિગમ્ય રીતે તર્કબદ્ધ દાખલા-દલિદષ્ટાંતથી આગમિક-પદાર્થોની ખૂબ સરસ છણાવટ કરતા; પરિણામે શ્રી સંઘમાં અનેરે ધર્મોત્સાહ પ્રકટેલ. પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા જી ગાંધી મગનભાઈ ભાઈચંદ (ભગત) શ્રાવકજીવનની ક્રિયાઓની આચરણમાં જરૂરી તત્ત્વદ્રષ્ટિ અને વિવેક બુદ્ધિનું મહત્ત્વ પૂજ્યશ્રીની દેશનાથી સમજી શકયા અને જાણે અંતરમાં એ ઉઘાડ થયે જાણે કે મહામૂલે ખજાને જ ના મળી આવતા ઐતિહાસિક બાધાર પ્રમાણે વિ.સં. ૧૯૩૫ આસો સુદ ૮ રાજનગર-અમદાવાદમાં પૂ પં. શ્રી મણિવિજયજી મ. દાઢાને તથા વિ. સં. ૧૯૩૮માં પુ. શ્રી બુઢેરાયજી મ. નો સ્વર્ગવાસ થયે હેઈ ખરેખર તે પુ. શ્રી મૂલચંદજી મ. ગચ્છાધિપતિ વિ. સં. ૧૯૩૮ પુર્વે ન હતા. પણ પુત બને પૂજ્ય પુરૂષોએ શાસન-સંઘની વ્યવસ્થાને પહોંચી વળવા પ્રૌઢ પુણ્યપ્રભાવ અને કુનેહ-કુશળતા આદિ ગુણેથી પુ. શ્રી મૂલચંદજી મલ્ટીને આખા સંધ-સમુદાયની વ્યવસ્થાને ભાર વિ. સં. ૧૯૧૨માં દીક્ષા પછી ત્રીજા જ વર્ષે બને પૂજ્યશ્રીઓએ પિતાના વતી સોંપ્યો હોવાનું જાણવા મળે છે. એટલે આ અર્થમાં અહિ પુ. મૂલચંદજી મને પૂ. ગચ્છાધિપતિ શબ્દથી સંબોધ્યા છે. આગળ પણ આ રીતે સમજવું. આખા પ્રકરણમાં જ્યાં જ્યાં પૂજ્યશ્રી શબ્દ આવે ત્યાં પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. સમજવા, આ S Sભોગ કારણ છે
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy