SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ KESTÄVÕTULEEIVRE કે સાંભળેલું સ્મૃતિપથ પર એકસાઈથી અંકિત થઈ જતું, ધારણશક્તિ અને સ્મૃતિશક્તિ અજોડ હતી, સાથેજ મેળવેલા જ્ઞાનને ટકાવવાની તમન્ના પણ અજબ હતી. મુખપાઠ કરેલ હજારો કલેકેની આવૃત્તિ-પુનરાવર્તન સાંજના પ્રતિક્રમણ પછી રાત્રે ઠેઠ મોડીરાત અગ્યાર વાગ્યા સુધી અને સવારે વહેલા ઉઠીને પણ ચાર વાગ્યાથી કરવા ઉધિત રહેતા. આ બધું જોઈ પૂ. ગૌતમસાગરજી મ.નું હૈયું ભવિષ્યમાં શાસનને અજોડ પ્રભાવક બનશે એ ધારણાના મૂર્તિમંત થઈ રહેલ કલ્પનાચિત્રથી આનંદવિભોર બની રહેતું - આ ઉપરાંત શ્રી ઝવેરસાગરજી મહારાજે પોતાના અન્ય ગુરૂબંધુઓ સાથે સૌમસ્ય ભાવે તેમજ યચિત-વિનયની મર્યાદાથી વર્તી સામુદાયિક-જીવનના આદર્શ સરકારને જીવનમાં સ્થાપિત કર્યા. અવસરે પૂ. ગુરૂદેવશ્રીના શાસને પગી કાર્યમાં પણ યથાયોગ્ય સહકાર આપી શાસન હિતકર આંતરિક અનુભવ મેળવવા ઉજમાળ રહ્યા. પૂજ્ય શ્રી સાધુ-જીવનની મર્યાદામાં અને ક્રિયાકાંડની ચુસ્તતાની જાળવણીમાં ખૂબ જ સજાગ હતા, તેમજ તેઓશ્રીએ જીવનમાં તત્વદષ્ટિ અને વિવેકપૂર્ણ પ્રવૃત્તિના સુમેળથી દિન-પ્રતિદિન વૈરાગ્યના રંગને દઢ બનાવી લીધું હતું, તેઓશ્રીના શુદ્ધ ચારિત્ર્યની સુવાસથી પોતાના સમુદાય ઉપરાંત બીજા પણ અનેક ધર્મપ્રેમીઓના માનસમાં તેઓ શુદ્ધ-સાધુના પ્રતીક રૂપ બની રહ્યા. ત્યાગ-તપના સુમેળવાળા સાધુ-જીવનમાં તેઓશ્રી પૂર્વના મહાપુરૂષના પગલાંને અનુસરનારા બન્યા હતા, અનેક ધર્મના કાર્યો શાસનાનુસારી દીર્ઘદ્રષ્ટિથી સફળ પણે તેઓ કરાવી અનેક પુણ્યવાન ધર્મપ્રેમી-આત્માઓના આકર્ષણ કે દ્રરૂપ નિવડ્યા હતા. ગુરૂ-મહારાજની નિશ્રાએ ગુજરાતના નાના-મોટા ગામમાં વિચરવા દરમ્યાન પૂજ્યશ્રી વ્યાખ્યાન પટુતા અને પ્રતિભાશાળી શબ્દ શૈલિથી અનેક ભવ્યાત્માઓના હૈયામાં અદ્દભુત ધર્મ પ્રેરણા ઉપજાવી શક્યા હતા. દીક્ષા પછીના ત્રીજા વર્ષે આગમાભ્યાસ માટેની પૂર્વભૂમિકા રૂપ સાધન ગ્રંથે શબ્દશાસ્ત્ર વ્યાકરણ અને તર્કશાસ્ત્ર પર અદ્વિતીય-પ્રભુત્વ મેળવી વિ.સં. ૧૯૧૫ના રાજનગર-અમદાવાદના ચાતુર્માસમાં તે વખતના તપાગચ્છાધિપતિ સંવેગી શાખાના મહાધુરંધર પ્રભાવક પૂ. તપસ્વીશ્રી બુદ્ધિવિજયજી મ. (બુટેરાયજી મ) ના શિષ્યરત્ન જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ, શીલ, સંયમાદિ અનેક ગુણેથી અલંકૃત પ્રૌઢ પ્રતિભાશાળી પૂ. મુક્તિવિજયજી મ. (મૂળચંદજી મ.) ગણીના ચરણોમાં વિનયભાવપૂર્વક બેસી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીય–ટીકાના વાંચનથી - આગમ-અભ્યાસનો પ્રારંભ કર્યો.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy