SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ E TUBOVU નવદીક્ષિત-મુનિશ્રીએ પણ પૂ. ગુરૂદેવશ્રીના વચનોને શુકનની ગાંઠ જેવા હૈયામાં બરાબર ધારી લીધા. પછી સકલસંઘ સાથે મહોત્સવપૂર્વક શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે દર્શન-ચત્યવંદન કરી સુરજમલ શેઠના ડેલે પધાર્યા. સાગર-શાખાના બારમા પટ્ટધર પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ના બે શિષ્ય પૈકી આદ્ય-શિષ્ય પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. અને તેમની પરંપરા શાસનના ભવ્ય–ગૌરવને વધારનારી નિવડી, તે રીતે દ્વિતીય-શિષ્ય પૂ. મુનિ શ્રી ગૌતમસાગરજી મ. પણ અજોડ વ્યાખ્યાનકળા અને વીરતાથી શાસન-પ્રભાવના અદ્દભુત રીતે કરી રહ્યા હતા. તેમાં શાસનના વિજ્યવંત પ્રભાવ બળે શ્રી સંઘના પુણ્ય પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. જેવા અદ્વિતીય-અજોડ આત્મ-શક્તિવાળા શિષ્યને મેળવી તેમની શાસને દ્યોતની પ્રવૃત્તિમાં અજબ વધારે થયેલ. દીક્ષા થઈ ત્યારથી જ બીજના ચંદ્રની કલાની જેમ પૂર્વજન્મની વિશિષ્ટ-આરાધના બળે ગુરૂદેવની નિશ્રામાં આવશ્યક–ક્રિયાઓના પઠનની સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ચોકસાઈપૂર્વક પૂ. શ્રી ઝવેરસાગરજી મ. એ પૂ. ગુરૂદેવશ્રીના ઈશારામાત્રથી ઉંડાણભરી સમજણ સાથે નિપુણતા મેળવેલ. વધુમાં તાત્વિક દષ્ટિના વિકાસને મેળવી સંયમની ક્રિયાઓ, જ્ઞાનાભ્યાસ અને શાસનો પગી આત્મ-શક્તિના ઘડતરમાં ઝડપભેર વધવા લાગ્યા. બહુ જ ટૂંકા ગાળામાં તેઓશ્રીએ સાધુ-જીવનને લગતે પ્રાથમિક અભ્યાસ અને ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છ કર્મગ્રંથ, શ્રી તત્ત્વાર્થસૂવ આદિને સાંગે પાગ અભ્યાસ કરી લીધે. વધુમાં હૈયામાં ધબકી રહેલા વિશિષ્ટ શાસનાનુરાગને મૂર્તસ્વરૂપ આપવા ઉપયોગી થઈ પડે તે શુભ-આશયથી પૂ. ગુરૂદેવશ્રીની દોરવણું પ્રમાણે આગમાભ્યાસ માટે જરૂરી શબ્દજ્ઞાનની ભૂમિકા પરિપકવ કરવા માટે તેમજ “ સામેવ વિદ્યાનાં મુર્વ વ્યાજમાં મૃત” સૂકિત પ્રમાણે પદભંજન, વ્યુત્પત્તિ અને સચેટ ભાષા-જ્ઞાન મેળવવા સારસ્વત-વ્યાકરણને અભ્યાસ શરૂ કર્યો. બહુ જ ઝડપથી પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ બંનેને મૂળપાઠ ગેખી તેના અર્થની વિવેચના પણ તીવ્ર બુદ્ધિના સફળ સહગથી મેળવી સાહિત્ય શાસ્ત્રનું અવગાહન કરી તર્કશાસ્ત્ર-ન્યાયશાસ્ત્રની કઠણ પરિભાષાઓને પણ ગુરૂકૃપાથી હસ્તામલકાવત્ કરી લીધી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ઝાને ગુરૂકૃપાનું બળ વિનય અને આજ્ઞાંકિતતાથી મળેલ હોઈ પૂર્વ-જન્મની વિશિષ્ટ-આરાધના-બળે મળેલ જ્ઞાનના તીર-ક્ષ પશમ-બળે એકવાર પણ વાંચેલું
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy