SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ SAVÜZEMRE સુંદર પ્રશમરસ ઝરતી પ્રતિમાજી-પ્રભુજીની પાલખી, પ્રભુભક્તિ માટે સંગીતકારોની મંડલી ઉપરાંત ચાર ઘેડાની શણગારેલ બગીમાં દીક્ષાથી છૂટે હાથે વર્ષીદાન આપી રહેલ આ ભવ્ય વરઘોડો અમદાવાદી ધાર્મિક પ્રજાએ ઘણું વર્ષો પછી પ્રથમ નિહાળેલ. નગરશેઠના ઘરેથી આ વષીદાનનો વરઘોડો નિકળે, આખા શહેરમાં ફરી ઝવેરીવાડ શ્રી સંભવનાથ–પ્રભુના જિનાલયે ઉતર્યો, દીક્ષાથી ઝવેરચંદ ભાઈ પૂ. ગુરૂદેવ પાસે રાત્રિવાસ રહ્યા. આવતી કાલે પૂ. ગુરૂદેવશ્રીના ચરણોમાં આત્મ સમર્પણ કરવારૂપની મહાભગીરથ ભાગવતી દીક્ષા લેવાની પૂર્વભૂમિકા રૂપે ગુરૂદેવના ચરણોમાં માનસિક પૂર્વ તૈયારી અંગે ભેગવિલાસના મોહક વાતાવરણમાંથી અળગા થઈ પ્રતિક્રમણ આદિ કરી સંથારે સૂઈ ગયા. મૌન એકાદશીના મંગળ પ્રભાતે રાઈ પ્રતિક્રમણ કરી પૂ. ગુરૂદેવશ્રીના ચરણમાં આત્મનિવેદન કરવાપૂર્વક દીક્ષા ગ્રહણ માટેની પૂર્વ તૈયારી રૂપે જયણાપૂર્વક સ્નાન કરી શ્રી સંભવનાથ પ્રભુની ભાલ્લાસ ભરી અષ્ટપ્રકારી પૂજા કરી, સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી, મંગળવસ્ત્રો પહેરી દીક્ષા માટે ભવ્ય સજાવટપૂર્વક ઉભા કરાયેલ મંડપમાં મંગળ વાજિંત્રોના સદા સાથે શુભ શુકનની પ્રેરણા મેળવી સધવા-સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળગીત સાથે ઝવેરચંદભાઈ ઉમંગભેર આવ્યા. પૂ. ગુરૂદેવશ્રીને વંદના કરી જ્ઞાનપૂજા કરી મંગળ વાસક્ષેપ નંખાવી શ્રીફળ હાથમાં રાખી નંદી સમવસરણમાં રહેલ ચતુર્મુખ-જિનબિંબને સાક્ષાત્ અરિહંત-તુલ્ય સમજી શ્રીનવકાર મહામંત્ર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા આપી. પછી ગુરૂદેવના જમણા હાથે ઈશાન ખૂણા સમક્ષ મુખ રાખવાપૂર્વક ચારિત્રગ્રહણ કરવાના અપૂર્વ ઉત્સાહ સાથે ગુરૂદેવના સ્વમુખથી મંગળક્રિયાને પ્રારંભ કર્યો. ગ્ય મુહૂર્ત એ માંત્રિક-વિધિ સાથે વાસક્ષેપના અભિમંત્રણપૂર્વક જ્યારે મળે, ત્યારે ઝવેરચંદભાઈ જાણે ત્રણ લેકનું રાજ્ય મળ્યું તેટલા ઉમંગથી હરખભેર ખૂબ નાચ્યા, અને પ્રભુશાસનના સંયમને મેળવી જીવનને ધન્ય બનાવ્યું. બાકીની વિધિ થયા પછી શુભ લગ્ન-નવમાંશમાં મુનિશ્રી ઝવેરસાગરજી નામકરણ થયું. સકળ શ્રીસંઘે પણ જિનશાસનના પ્રબળ જયઘોષપૂર્વક નૂતન મુનિશ્રીને અભિમંત્રિત વાસક્ષેપવાળા ચોખાથી ભાવપૂર્વક વધાવ્યા. પૂ. ગુરૂદેવે મંગળકારી હિતશિક્ષા ફરમાવી કે-- દેવાને પણ દુર્લભ માનવ-જીવનના સાર રૂપે સાવદ્ય વેગના સવથા ત્યાગ રૂપ સર્વવિરતિ-ધર્મની પ્રાપ્તિ કરી છે તો પ્રભુ-શાસનની વફાદારી જાળવવા સાથે સંયમ-ધર્મનું સફળ પાલન ગુરૂનિશ્રાએ આતમ-સમર્પણ કરવા પૂર્વક કરી જીવન ધન્ય-પાવન બનાવે.”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy