SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ AિRTS Word તેઓ જે સંમત થતા હોય તે શાસન-પ્રભાવના પૂર્વક તારી દીક્ષા થાય તે શે વધે છે! ઝવેરચંદ તે પૂ. ગુરૂદેવશ્રીની અગમચેતી-દીર્ધદષ્ટિ, શાસ્ત્રાનુસારિતા અને વ્યવહારકુશળતા નિહાળી મનોમન પૂ. ગુરૂદેવશ્રી પર ઓવારી ગયો. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.ને માગ. સુ. રના દિવસે પંચાંગ-શુદ્ધિ-ઉત્કૃષ્ટ યોગબળ અને ચંદ્રબળવાળો દિવસ મુહૂર્તની દષ્ટિએ જોતાં માગ. સુ ૧૧ ને દિવસ સર્વશ્રેષ્ઠ લાગ્યો. સોનામાં સુગંધની જેમ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ અને એગાસમા તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુની દીક્ષા દિવસ ઉપરાંત દેઢસો અને ત્રણસો કલ્યાણકની ખાણરૂપ મહાપવિત્ર મૌન એકાદશી રૂપ ગણાતે માગ. સુ. ૧૧ ને દિવસ મુનિ પાછું મેળવવા માટે સર્વોત્તમ ધારી દીક્ષાના મંગળ મુહૂર્ત તરીકે નિરધાર્યો. - ઝવેરચંદે પણ આ વાત જાણી મોડું પણ પિતાના સંયમ-જીવનની સફળતા માટે ઉત્કૃષ્ટ કોટિનું મંગળ મુહૂર્ત ગુરૂમહારાજે જે નક્કી કર્યું તેને “ગુરુ-જ્ઞા પ્રમ ” કરી વધાવી લીધું. પછી પૂ. મુનિશ્રી ચૈતમસાગરજી મ.એ અગ્રગણ્ય શ્રાવકે, નગરશેઠ વગેરેને યોગ્ય સમયે બધી વાત કહી, તેઓએ પણ ઉગતી વયે દીક્ષિત થનાર વ્યક્તિને વ્યવહારૂ રીતે ચકાસી તપાસી, ચઢતી જુવાનીમાં પ્રબળ ગુણાનુરાગભર્યું અભિવાદન કર્યું. કેક ઉછાંછળા શ્રાવકે તેમના કુટુંબીઓ કેમ આવ્યા નથી ! ને પ્રશ્ન રજુ કર્યો, પણ વિવેકી શ્રાવકોએ પૂ. મહારાજશ્રી પાસેથી બધી પૂરી વિગત જાણેલી હાઈ- “ભાઈ! લેખંડની બેડીઓ તેડવી સહેલી છે, પણ મમતાના કાચા સૂતરના બંધન ઝટ તૂટતા નથી! આટલા દિવસથી આ ભાઈ અહીં છે! જે ખરેખર કુટુંબીઓને વિરોધ હોત તે કેમ તેને ઉપાડી જવા ન આવ્યા? માટે એ તે મેહની ઘેરી-છાયા–તળે રહેલાઓની એવી જ સ્થિતિ હોય” આદિ સમજાવટથી મન સંપાદન કર્યું. પૂ. ગુરુદેવશ્રીની સંમતિથી શ્રી સંભવનાથ પ્રભુના દહેરે અષ્ટાનિકા-મહોત્સવ અને દીક્ષાર્થીને ભવ્ય વસ્ત્રાભરણોથી સુસજજ કરી દીક્ષાના બહુમાન નિમિત્તે વાયણું જમવાનું શરૂ થયું. આખા રાજનગરમાં સંગી–સાધુઓની પરંપરામાં નાની ઉંમરની દીક્ષા જાણવા મુજબ પ્રથમ હેઈ ખૂબ જ ધર્મોત્સાહ વતી રહ્યો. માગ. સુ. ૧૦ ના બપોરે વષીદાનને ભવ્ય વરઘડે નિકળે. જેમાં અનેકજાતની સામગ્રી હાથી-ઘોડા-છડીદાર, ચૌઘડીયા, વિવિધ દેશી વાજિ, ચાંદીને ભવ્ય રથ-જેમાં વીતરાગ-પ્રભુની
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy