SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ DeLUM માઇS JJU -- - - - પ્રકરણ-૮ કપડવંજનો ભવ્ય ભૂતકાળ કપડવંજ તારી યથેગાથા...વંદે વિબુધે ધમકથા... ગરવી ગુજરાતના હદયસમા ખેડા જિલ્લાના તિલક સમું કપડવંજ આજે અનેક સુંદર વિશિષ્ટ ધર્મસ્થાન અને ધર્મભાવનાથી સભર હૈયાવાળા ભાવિક ધર્મપ્રેમી નરરત્નોની અનેરી ગરિમાથી શોભી રહ્યું છે. આ કપડવંજના ઈતિહાસમાં બારોટોના ચોપડે નેંધાએલ કેટલીક પ્રામાણિક ઈતિહાસની બીનાઓ જાણવા જેવી હોઈ અહીં રજુ કરાય છે કે જેથી કપડવંજના ભવ્ય ભૂતકાળની આછી રૂપરેખા જાણી શકાય. કપડવંજની વસાહત ઘણી પ્રાચીન છે. મહારાજા રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં આવ્યાની ધ ઈતિહાસમાં છે, તેમજ સ્કંદપુરાણમાં તથા મહાભારતમાં પણ કપડવંજને ઉલ્લેખ છે. વધુમાં વહીવંચાઓની નેંધના આધારે તેમજ ક૫ડવંજના મુખી કેવળરામ પટેલની પાસે રહેલ જુના દસ્તાવેજો પ્રમાણે એમ પણ જાણવા મળે છે કે – મુખી અમરશીએ ઉઝામાં ચારકેશી કૂવા કરાવ્યા, જ્ઞાતિજન કરી માતાની સ્થાપના કરી, હવાડો ભરાવી ગાયો માટે ભેટ મૂક્યા. બાદ તેમના પુત્ર વસનદા વિ.સં. ૧૨૦૧માં ઉંઝાથી નીકળી રૂપાલ ગયા, ત્યારબાદ આલમપુર આવી તેમના પુત્ર ભાણજી સાથે વસ્યા. આ ભાણજીને ભાવસિંહ નામે દીકરો હતો, જેને છત્રી, રથ, બાર ઘડા અને ત્રણ લાખની પટલાઈ હતી. .. * આ હકીકત ડ. પોપટલાલ વિદ્ય લિખિત અવશેષની આરાધનામાંથી લીધી છે. | SUરિ . ત્રS
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy