________________
STANJEIRS
ગૂજરમંડળ “ગૂજરસના નામે વપરાતે થયે, તેમાંથી ગૂર્જરત્તા, ગૂજરત્તા થઈ ગુજરાત બન્યું લાગે છે.
અત્યારે ઓળખાતા ગુજરાતને અને તેની સીમામાં કયા પ્રદેશને સમાવેશ થાય છે. તેને નિર્ણય તેમાં વસતા લોકોની માતૃભાષાના ધોરણે મુખ્યત્વે કરી ઈ. સ. ૧૯૬૦ની મે-ની પહેલી તારીખે ગુજરાત-રાજ્ય' ના રૂપમાં થયે છે.
આમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશને તેમજ અગાઉના વડેદરા રાજ્ય અને કચ્છ-સૌરાષ્ટ્રને સમાવેશ થાય છે. .
ભારત દેશની અદયુગીન સુધારા પ્રમાણે થયેલી વ્યવસ્થા મુજબ પંદરમા રાજ્યનું સ્વરૂપ પામેલ આ ગુજરાતનો પ્રદેશ ભારતના પશ્ચિમ કિનારે ૨૦,૧ થી ૨૪,૭° ઉત્તર અક્ષાંશ અને ૬૮,૪ થી ૭૪,૪° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે.
તેની પશ્ચિમે અરબી સમુદ્ર, પૂર્વમાં રાજસ્થાન, દક્ષિણ-પૂર્વમાં મધ્યપ્રદેશ, અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે.
આ ગુજરાત રાજ્યને વિસ્તાર ૧૭૪૦૩૫ ચિ. કી. મી. ને છે, જેમાં ૨,૩૯,૭૯,૯૦૦ એકર જમીન ખેડાણ લાયક છે, તથા ૧,૨૪,૫૭,૮૦૦ એકર જમીન વેરાન છે, વળી ૨૧૦૮૬૦૦ એકર જમીન જંગલોની છે.
બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ તેમજ મછુ, આજી, ખારી, શેત્રુજી, મહેર, દમણગંગા વગેરે નાની પણ સમૃદ્ધ નદીઓથી વીંટળાયેલ આ રાજ્યની ટુંક માહિતી નીચે મુજબ છે..
ગુજરાત રાજ્યનું સંક્ષિપ્ત દર્શન
૧૧૬૯૭૧ ચો. મા.
(1) ક્ષેત્રફળ – (૨) જિલ્લા(૩) તાલુકા – (૪) ગામ--
૧૯ ૧૮૫
(૫) શહેર(૬) જનસંખ્યા- (૭) બંદર (૮) હવાઈ મથકે-
૧૭૫ ૨૬૬૬૦૯૨૯ પર ૧૬
૧૯૦૧૭
ઇતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર આ રમણીય પ્રદેશમાં એક–સામાન્ય જીવનદષ્ટિ, એક–સામાન્ય સંસ્કાર સમૃદ્ધ સામાજિક પરંપરા તેમજ એક સામાન્ય ભાષા અને સાહિત્ય ધરાવતી પ્રજા વસે છે.