________________
બંધાવેલ છે, આ ઉપરાંત શેઠ મીઠાભાઈએ અંતિસર દરવાજાની અંદર એક વિશાળ પાંજરા પળ બંધાવી તેમનું નામ અમર કરી ગયા છે, તે હાલ મે જુદ છે અને તેને વહીવટ હાલ તેમના ભાણજી-કુટુંબના શા. ઝવેરલાલ શીવાભાઈના કુટુંબી ભાઈ વાડીલાલ કરે છે. તદુપરાંત લુણાવાડા, મહુધા, આંતરેલી વિગેરે સ્થળોએ પણ ધર્મશાળાઓ બાંધી પિતાનું નામ અમર કરી ગયાં છે. આવાં નર-નારી રને કપડવંજ-ભૂમિમાં પાકે છે તે જાણી જરૂર આપણે ગર્વ લઈએ અને ઈચ્છીએ કે એજ ભૂમિમાં પાકેલા આપણે તેવા થવાનો પ્રયત્ન કરીએ, તેવું વ્રત લઈએ તે જ આ વિગત જણાવ્યાની સફળતા થાય.
હવે આપણે શેઠ ગુલાલચંદના મોટા દીકરા શેઠ લાલચંદ્રની વિગતે વંશાવળી તપાસીશું.
તમને આજ પણ “લાલ ગુલાલ”નું નામ જીભ પર ઘડી ઘડી આવ્યા કરે છે તે જ આ આપણા શેઠ લાલચંદ ગુલાલચંદ. તેઓની હયાતીમાં અને હયાતી બાદ તેઓની પેઢીઓ રતલામ-મુંબઈ-વડેદરા-અમદાવાદ, એમ ૨ રે બાજુ પથરાયેલી હતી. તેમને ધંધે અફીણને હતે.
રતલામની દુકાનેથી ભાવ-તાલની ખબર લઈને કાસદીઓ પગપાળા કપડવંજ આવતા. તેમને ત્યાં કાસદનું કામ કરનાર એક કુટુંબ તે આજ પણ મોજુદ તે કાસદ ના આંડનામથી આજ પણ ઓળખાય છે. રતલામ-નરેશ આ પેઢીને એટલું બધુ માન આપતા કે લાલગુલાલની પેઢી સિવાય કોઈપણ મકાનની પેઢીના દરવાજા ગુલાલના રંગે અથવા લાલ રંગાય નહિ, તે દરબારી વટ હુકમ હતા. જે બાજ લગભગ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં સુધી ચાલું હતું.
તેમની સખાવત તદ્દન જુદી-જાતની હતી; ગામની દરક-કમની વસ્તીની તેઓ સારસંભાળ, મોટા-નાના વાસણો તંબુઓ, ગાડીઓ, ઘડાઓ, પાથરણું, દાગીના, કપડાં વિગેરે જે એક માણસ સંઘરી ન એક કે બધી સંગ્રહ તેઓ રાખત, અને સારા-નરસા પ્રસ ગે જે-જે ચીજોની જરૂર પડે તે વિના અચકાયે અને કોઈપણ જાતના અવધ વિના દરેકને મળતી, એટલે સુધી કે જે કઈ ગાડી લેવા કે ડમણી લેવા આવે છે. તેને તે આપે તે તે ઠીક, પણ સાથે માણસ માટેના કેટલા અને બળદને ખાવા માટેનું ઘ. વિગેરે બંધાવીને એકલતા.
આખા-ગામના લોકો આજે પણ આ કુટુંબ પ્રત્યે આટલે ભાવ રાખે છે, તે તેમના ઉદાર-દિલની પ્રતીતિની સાક્ષી પુરાવે છે. આટલું જ નહિ પણ વૈદ્યોને વર્ષાસને બાંધી આપેલાં જેથી તેઓ ગામના લેકેની માંદે-સાજે માવજત કરે, દવાઓ આપે. આવી રીતે જનતાને પૈસાને ખરચ કરે ન પડે તેની દરકાર તેઓ રાખતા.