________________
-
-
-
-
-
આવેલા શ્રી નેમિનાથજીના દેરાસર સાથે) તથા અનાથાશ્રમ, આદીશ્વરજીનું દેરાસર, સાધ્વીજીને ઉપાશ્રય, આજ પણ મેજુદ દે, સદાવ્રત પણ આજ પાસેની ઢાંકવાડીમાં ચાલુ છે. ઢાંકવાડીમાં મટી ધરમશાળા જમણવાર માટે વપરાય છે, તે પણ મોજુદ છે. આટલું તે કપડવંજ તળમાં છે. વળી યાં-જ્યાં તેઓ ગયેલા અને તકલીફ પડી હશે, ત્યાં ત્યાં ધર્મશાળાઓ બંધાવેલી, તેમાંની એક કડી–ગામમાં મોજુદ છે.
તે જ અરસામાં શેઠાણી અમૃતબાઈ શેઠ નથુભાઈ લાલચંદના વિધવા બનેલે એક કિસ્સો રમુજી અને બુદ્ધિચાતુર્યની સાક્ષી સમાન છે તે તે જોઈએ.
કહે છે કે તેઓ એક વખત શ્રી સિદ્ધાચળજી જાત્રા કરવા ગયેલા અને મૂળનાયકજી શ્રી આદીશ્વર-ભગવાનની સેવા-પૂજાની ધમાલ જોઈ ઘણું નારાજ થયાં, કારણ કે ધકકા–ધક્કામાં કેઈનાથી સેવા બબર થતી ન હતી. તેમણે શાંત-ચિત્ત વિચાર કરી આજ જે આપણે ચાંદીથી મઢેલી છતરી વિગેરે જોઈએ છીએ, તેવી માટે તેમને વિચાર્યું અને તેવી જાતની વ્યવસ્થા પિતે પિતાના ખર્ચે કરી આપવા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે માગણી કરી. તે વખતના વહીવટદારોએ અમદાવાદના શેડીઆએની મરજીને આધીન હોવાનું દર્શાવ્યું.
જેથી શેઠાણી અમૃતબાઈ નારાજ થયાં, પણ હિંમત નહિ હારતાં, પિતે મિસ્ત્રીને બોલાવી તેનું માપ-તાલ લેવડાવી અમદાવાદમાં કારીગરે બેસાડી આખી છત્રી તૈયાર કરી ઉપર દાદાના દેરાસરની બહાર એકમાં પધરાવી ગયા અને પેઢીમાં ખબર આપી કે આપને એગ્ય લાગે તેમ આને ઉપગ કરશે. આને પગ બીજા શું થાય ? આ પબાસણ બેસી ગયું અને તેમની મનોકામના પુરી થઈ આ હ તી અમારા ગર્વની અધિકારિણું તે શ્રી અમૃતબાઈ શેઠાણી. માણેકબાઈ શેઠાણીએ વધારામાં સિદ્ધાચળજી ઉપર હાથી–પિળની બહાર, ગઢ ઉપરથી તે તરફ જતાં જમણે હાથે એક મોટું દેરાસર પણ બંધાવ્યું છે.
હવે શેઠ કરસનદાસના નાના ભાઈ ગુલાલચંદનો ઈતિહાસ તપાસીએ.
શેઠ ગુલાલચંદને બે દીકરા હતા. એક ભાઈ લાલચંદ શેઠ, અને નાના ભાઈ મીઠાભાઈ શેઠ; મીઠાભાઈ શેઠને કેઈ સંતાન નહોવાથી તેમના વંશને છેડે ત્યાં જ આવી જાય છે, પરંતુ તેમને પોતાના પૈસાનો ઘણો સારો અને લાંબી-દષ્ટિથી ઉપયોગ કર્યો છે. હાલ જે મીઠાભાઈને ઉપાશ્રય કહેવાય છે, તેજ શેઠ મીઠાભાઈ ગુલાલચંદની રહેવાની હવેલી હતી. તેઓના સ્વર્ગવાસ બાદ આ મકાનને ઉપાશ્રયના રૂપમાં ફેરવી દેવામાં આવ્યું.
શેઠશ્રી મીઠાભાઈએ સરખલીયા દરવાજા બહાર એક મોટી વિશાળ ધર્મશાળા બંધાવી છે. જે હાલ હનુમાનની ઘર્મશાળા તરીકે લોકે ઓળખે છે, કારણ કે તેમાં એક હનુમાનનું મંદિર