________________
+
- -
-
આ પ્રતિમાજી નિકળ્યા ત્યારે તે વખતના શ્રાવકોએ તેજ જગાની બાજુમાં જે કંઈ મકાન મળી શકે તેવા હશે તે લઈ. તે મકાનને દેરાસરના રૂપમાં ફેરવી, ત્યાં પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એમ લાગે છે કે આ વખતે શ્રાવકોની સ્થિતિ બહુ સારી નહિ હેય, કારણ કે મૂળ દેરાસર ઘણું સાંકડુ અને દેવદર્શન માટે વારતહેવારે અગવડ પડે તેવું હતું. પ્રતિષ્ઠા થયા પછી શ્રાવકની સ્થિતિ ઘણી સુધરી, અને આથી શ્રાવકોને આ દેરાસર પ્રત્યે બહુ ભાવ વધે.
શેઠ મીઠાભાઈ ગુલાલચંદે આ હરક્ત દુર કરવા આગળની બીજી જમીને અને ઘરે વેચાતા લઈ દેરાસરને વિસ્તાર વધાર્યો. જુને જે ચેકને ભાગ હતું ત્યાંથી ઠેઠ શા. શંકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીને ભાગ તેમને બનાવી આપે આ વખતે પહેલો માળ પણ બંધાવ્યું અને જુના દેરાસરને પણ મરામત કરાવી આપ્યું.
હાલ જે નકશીકામ, મેઘાડંબરી, થાંભલા કમાને વિગેરે જુદી કારીગરી વાળું લાકડકામ જેવામાં આવે છે, અને જીર્ણોદ્ધાર નિમિત્ત હાલ કાઢી નાખવામાં આવ્યું છે, તે બધું શેઠ મીઠાભાઈ ગુલાલચંદે બંધાવી આપેલું, નીચે શ્રી મલ્લીનાથજીને ગભારે તેમજ ઉપર શ્રી શાંતિનાથજીને ગભારે પણ તેમણે બંધાવેલો.
" આ બધું લગભગ સં. ૧૮૫૦ થી ૧૮૭૫ દરમિયાન બનેલું હોય તેમ લાગે છે, કારણ કે શેઠ શંકરલાલભાઈના કહેવા મુજબ શ્રી શાંતિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર થયા પહેલાં આશરે પચાસ વર્ષ પહેલા આ દેરાસરને જીર્ણોદ્ધાર શેઠ મીઠાભાઈએ કરાવ્યું હતું.
- શ્રી શાંતિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર સં. ૧૯૦૪ના વૈશાખ વદ ૬ના રોજ થયેલ. આ જીર્ણોદ્ધાર શેઠ વૃજલાલ મોતીચંદે કરાવેલ અને તે જ વખતે આ દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર આગલા ભાગમાં બનાવ્યું.
અનુમાન થાય છે કે ચિંતામણિજીના દેરાસરમાં વધારાની જમીન ઉમેરી ત્યારે કંઈ ઊંડે સુધી ખેદકામ કરેલું નહિ હોય, તેમજ મૂળનાયકજીની પ્રતિમા તે કાયમ હતી એટલે તેવા ખેદકામની જરૂર પણ નહિ લાગી હેય.
આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણું જુના અને પ્રાચે કરી શ્રી સંપ્રતિરાજાના ભરાવેલ બિંબેમાંના એક છે. આ વાત તે પ્રતિમાજીની મુખાકૃતિ તેમજ હાથ નીચેના ટેકા તથા ઘાટથી માલુમ પડે તેવું છે.
આ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યપાદ સૂરીશ્વર શ્રી ૧૦૦૮ શ્રી વિજયલક્ષ્મી સૂરીજીએ કરાવેલ હતી અને ત્યારથી અરો વસતા નીમા વણિક મહાજનેની સ્થિતિ કૂદકે ને ભૂસકે સુધરતી ગઈ.
7 8 9 ૨૩
:
"
,
દિવસ -
".