________________
WAS
Verum
zm nimimamma}
કપડવંજની
{ ઐતિહાસિક માહિતિ ? ખેડાની ઉત્તર-પૂર્વે ૩૬ માઈલ ઉપર મહોર નદીના પૂર્વ–કાંઠે કિલ્લાવાળું ને મોટા વેપાર-ધંધાનું ૧૩,૯૮૨ માણસની વસ્તીવાળું ને રૂા. ૬૬૭૦) ની મ્યુનિ. ની ઉપજનું શહેર છે.
એ જના-કાળથી વસેલું છે, પાંચસેથી આઠસે વર્ષનાં ઘરે આજ પણ છે, અને કોટની દિવાલ પાસે જુના-શહેરની જગા પણ છે, કોઈ તેને કપટપુર કહે છે, પાંચ કબરથી નામ કપડવંજ પડ્યું, એમ પણ કેટલ ક કહે છે.
ઈ. સ. ૧૭૩૬માં મરેઠા તથા કાળીના હુમલાથી એ શહેર મરેઠાઓના હાથમાં આવ્યું, તે પછી ઈ. સ. ૧૮૧૬–૧૭ માં તેમને બ્રિટીશ સરકાર પાસેથી વીજાપુર લઈ કપડવંજ બ્રિટીશેને આપ્યું હતું, તે વખતે કપડવંજમાં દશ હજારની વસ્તી હતી.
મધ્ય-હિંદુસ્થાન અને દરિઆઈ કઠે એની વચમાંના મોટા માર્ગમાને એક માર્ગ કપડવંજન હોવાથી ત્યાં ઘણે પાર ધંધો ચાલતા હશે, ૧૮૧૬માં તે સારૂ બાંધેલું હતું. - ઈ. સ. ૧૮૬૪માં એટલે સંવત ૧૯૨૦ માં ત્યાં વેપારી તથા શાહકાર-દોલત આબરૂમાં જોઈએ તો ફક્ત નડીઆદથી જ ઉતરતા હાર મેટા વેપારી હતા. તેઓ અકીક ને પંદર માઈલ ઉપર માજમ નદી છે, તેમાંના કાંકરા એકઠા કરતા. સાબુ, કાચ અને ચામડાનાં કુવઠા (ઘી ભરવાનાં) બનાવવાનાં કારખાનાં હતાં, ધાતુ કચરે કપડવંજમાં મળતે, જેનાં ઢેફાં હાલ ગામને પાદરે દેખાય છે. | મધ્ય-હિંદુસ્થાનમાંથી અનાજ તથા અફીણ આવતું અને ગુજરાતમાંથી તંબાકુ જતું. કપડવંજને માલ વાડાસીનેર પંચમહાલ થઈ મધ્યહિંદમાં જ હતે.
શહેરમાં જોવા લાયક એક તળાવ અને એક મહેરાબ ચૌલુક્ય સમયનાં છે, (૧૦૦૦-૧૩૦૦) તળાવને માટે કહેવાય છે કે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું, (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩) એ રાજાનો એક બુદ્દો ભીમ નામને બાટ બહુ રોગને ભર્યો મધુમતી-વાત્રકમાં નહાવા આવે, તે કાંઠા ઉપર અહીં તહી ફરતે તે, તેવામાં એક પાણીથી ભરેલા ખાબોચીઆમાં તેને પગ ખ ને તે ઉંડા પાણીમાં પડે. પણ સખત મહેનત કરી તરીને જ્યારે કાંઠે આવ્યા ત્યારે તે જુવાન અને જબર થયે હતે.
એ વાત રાજાએ જાણું, ત્યારે તેણે વિષ્ણુનું ત્યાં દહેરૂં બંધાવ્યું, એક કુંડની દક્ષિણે જમીનની અંદર મહાદેવનું દહેરૂં , પણ તેની હજી ખરેખરી શોધ થઈ નથી.
વળી એક સારી મજીદ અને કબર એની નિશાનીઓ છે, નવા મકાનમાં (કંસાર વાડીને ચકલે ઢાકવાડીની ખડકીમાં) એક જૈન દહેરૂં છે, તે કેટલાક વર્ષ ઉપર દેઢ લાખને ખરચે બંધાવેલું છે, અંદરની જગ્યાએ આરસના થાંભલા છે, ને કેટલીક જગામાં ઘણી જ સારી ફરસબંધી છે, એક ખૂણામાં ભોંયરાના ઓરડામાં કાળા પત્થરની (શ્રી પાર્શ્વનાથની) મુક્તિ છે,
બોમ્બે-ગેઝીટીઅરમાં તે વર્ણન નીચે પ્રમાણે છે, જેની નકલ કરી આ સાથે સામેલ કરી છે જે જયાથી ખાત્રી થશે.