________________
આમ છતાં પૂર્વજન્મના ઋણાનુંબંધથી પૂર્વજન્મની આરાધના-બળે પ્રબલ વૈરાગ્યવાસિત શ્રી સુનંદાકુમારીએ- “ લે! મારા પતિ લગ્ન પછી દીક્ષા લે! મારે પણ તે બહાને સંયમ-પ્રાપ્તિ સુલભ થશે.” એમ કહી માતા-પિતાની અનિચ્છા છતાં તે ધનગિરિ સાથે લગ્ન–માટેની તૈયારી બતાવી.
પરિણામે બંને જન્મજાન-વૈરાગ્યસંપન્ન છતાં કર્મના સંસ્કારોને તેડવાના પુરૂષાર્થની સંજોગવશ—ખામીના કારણે લો-ગ્રંથિથી જોડાયા. ભાવીયેગે સુનંદાને ગર્ભ રહ્યો અને ધન ગિરિજી ટુંક સમયમાં આ. સિંહગિરિજી મ. પાસે સંયમી બન્યા.
ચિત્રમાં જમણે ઉપરના ભાગે
બાળકના જન્મ-સમયે ઘરમાં કઈ પુરૂષ ન હોઈ જોઈએ તેવા ઉમંગ-ઠાઠથી જન્મોત્સવ ન થઈ શકવાથી સુનંદા અને તેની સહેલી વાતચીતમાં વ્યાવહારિક ધોરણે બેલી ઊઠી કે આના બાપે દીક્ષા ન ૯ ધી હતી તે આજે કેવો સરસ જન્મોત્સવ થાત !”
નવજાત–બાલકના કણ પર દીક્ષા શબ્દ પડતાં જ ગત-ભવના શુભ-સંસ્કારો જાગૃત થયા*
નવજાત-શિશુ પૂર્વજન્મમાં તિર્યકર્જુભક-દેવના ભવમાં ચ્યવનકાળ જ્યારે સમીપ હતું, ત્યારે શ્રી અષ્ટાપદજીની યાત્રાએ ગયેલ, ત્યાં પૂ. અનંત-લબ્ધિ-નિધાન પ્રથમ-ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મ.ના શ્રીમુખથી પુંડરીક-કંડરીક અધ્યયનના શ્રવણ દ્વારા વિષય-વિરાગની ભૂમિકા સુદઢ કરેલ. માતા તથા સહેલી બેના મુખથી જસવ સંબંધી વાતચીત દરમ્યાન પિતાજીની દીક્ષા સંયમ–ચારિત્રની વાત વારંવાર સાંભળવાથી નવજાત-શિશુને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પરિણામે પૂજ્યશ્રી ગૌતમ-સ્વામીજી મ.ના સ્વમુખથી સાંભળેલ સંસારની રોમાંચક વિષમતાને સાંભળી કેળવેલ–વેરાગ્યની ભૂમિકા તાજી થઈ, ફળતઃ આ જન્મમાં વહેલામાં વહેલી દીક્ષા મળે તે સંસારના કીચડથી સાવ નિર્લેપ રહેવાય, એવા શુભ-અધ્યવસાયથી વયના વિકાસની ખામીએ બીજો કઈ બોલવા વિગેરેને સંગ અનુકૂળ ન હોઈ માતાને કંટાળો ઉપજાવવા “વાસાનાં દતિ વ સૃતિ પ્રમાણે એકધારું-રુદન ચાલુ રાખી વિવિધ કડવા-ઔષધના પાન, માર–ગુડ આદિને સહન કરીને પણ નવ તત-શિશુએ છ મહિનામાં માતાને ત્રાસ પમાડી તેબા પોકારાવી.
વિહાર-કમે આ. સિંહગિરિજી મ. પુનઃ પધાર્યા, શ્રી ધનગિરિજી ગોચરી જતા હતા, પૂ. આચાર્યદેવે કહ્યું કે–આજે ગોચરમાં સચિત્ત મળે તે ચમકશો નહિ.” ગુરુ-આજ્ઞા તન કરી ધનગિરિજી બીન સાધુઓ સાથે ભિક્ષા ગોચરીની ગવેષણ કરતાં કરતાં સાહજિક રીતે સુનંદાના ઘરે આવ્યા. સુનંદા ધનગિરિ મુનિને જોતાં જ રાજી થઈ “આમણે દીક્ષા લઈ નાહક મને આબાળકની પલેજમાં ફસાવી મારી” એવું વિચારવા લાગી. સાહેલીઓ દ્વારા ગોચરી વહાવ્યા પછી સુનંદાએ કંટાળાની તીવ્રતા સાથે ધનગિરિ-મુનિને કહ્યું કે “લઈ જાઓ તમારું આ લફરું ! હું તે હેરાન-પરેશાન થઈ ગઈ” ધનગિરિ