________________
પૂ. આગમ દ્વારકાના જીવન-ચરિત્રના લખાણને વધુ ચકકસાઈથી સમજવા માટે જરૂરી-ચિત્રાવલીની
પૂતિના ચિત્રોનો પરિચય
[જીવનચરિત્રના આલેખન પછી મુદ્રણ-વખતે મૃતિદોષ અને તથા વિધસંજોગેની વિષમતાએ રહી-જવા પામેલ ચિત્રો-ફેરાઓના બ્લેક વિગેરેમાં વિલંબ થવાથી પાછળથી કેટલાક જરૂરી–ચિત્રોનો બ્લેક બનાવી ચિત્રા લીની પૂર્તિરૂપે જે ચિત્રો મૂકયા છે, તે ચિત્રોનો પરિચય અહીં રજુ કર્યો છે.
સં.) ચિત્ર ૧૨૨:-પૂ. ચરિત્રનાય .શ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજના ધાર્મિક-ગૌરવને સમૃદ્ધ-રીતે જાળવનાર અનેક-ધર્મસ્થા થી સભર શ્રી દલાલવાડાનો મહોલ્લો હકીકતમાં કપડવંજના નાકની જેમ મહત્વનું છે, તે દલાલવાડા મા ઉત્તરાભિમુખ વિશાલ દરવાજાનું દશ્ય ચિત્રમાં દેખાય છે.
અંતિસરીયા દરવાજે થી કડીયા-મજીદ તરફ જતા માર્ગ પર શ્રી ચિંતામણિ દાદાના દહેરાસર નજીક ડાબે દલાલવાડાન આ ભવ્ય પ્રવેશદ્વાર જાણે ધર્મરાજાના રાજગઢરાજમહેલમાં પેસતાં હોઈએ એવા ભાવની સ્કૂત્તિ ધર્મપ્રેમી-પુણ્યાત્માને કરાવે છે.
ચિત્ર ૧૨૩૪-દલાલવાડાના દક્ષિણાભિમુખ-દરવાજા પાસે પોરવાડેએ બંધાવેલ શ્રી અજિ તનાથપ્રભુના ચૌમુખ જિનાલયના બહારના ભાગની શિલ્પકળા–સમૃદ્ધ દીધિ કાનું મનહર દશ્ય.
ચિત્ર ૧૨૪:-માણેક-શેઠાણી / અનુકંપાદાનની વ્યાવહારિક મહત્તા સમજી-વિચારી અનાથાશ્રમ-સદાવ્રત જે મકાનમાં શરૂ કરેલ હતું, તેનું ટ્રસ્ટ તરફથી નાના-રૂપમાં પણ સંચાલન જ્યાંથી થાય છે, તે મકાનમાં હાલ પુસ્તકાલય-વાંચનાલય ચાલે છે.
તે પુસ્તકાલયનું બાહ્ય–દશ્ય ચિત્રમાં દેખાય છે, પુસ્તકાલયના દ્વાર ઉપર તેના ગ્રંથપાલ વિગેરે કાર્યકર્તાઓ ઉભા રહેલા દેખાય છે.
ચિત્ર ૧૨૫ :- કપડવંજની ધરતીના પનોતા રસમાં આદર્શ—શ્રીમત-ગૃહસ્થ પરંપકારી, શેઠ મીઠાચંદ ગુલાલચંદભાઈના નામથી બનેલ ટ્રસ્ટ મારફત અનેક ધાર્મિક કાર્યો વર્ષ દરમ્યાન થાય છે, તે મુજબ મૂંગા જીના હિતાર્થે દ્રસ્ટ તરફથી વિશાલ–પાયા પર ડાર બાજુ જતા હાઈવે રાજમાર્ગ ઉપર રવે-લાઈનની જમણે મોટી–જમીન ખરીદી, મકાને બંધાવી આદર્શ—રીતે કામ કરતી પાંજરાપ નું દૂરથી ઝડપેલું ચિત્ર દશ્યમાં દેખાય છે.
ચિત્ર ૧૨૬ - સરખલીઆ દરવાજે શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટ તરફથી બંધાયેલ સાર્વજનિક-ધર્મશાળાનું વિશાળ દશ્ય ચિત્રમાં દેખાય છે.
[ તા.ક. શરત-ચૂકથી ચિત્ર ૮૩ પરિચયમાં શેઠ મી. ગુ. ટ્રસ્ટ તરફથી બંધાયેલ ધર્મશાળાને ઉલ્લેખ કર્યો છે, પણ તે પ્રમાદજન્ય ભૂલ છે.