________________
અસાતાના ઉદયે પિત્ત-જવરમાંથી ભયંકર કોઢ-રોગ થયો, તેમ છતાં ધીરતા રાખી કઈપણ ચિકિત્સા ન કરાવવાના દઢ-સંકલ્પના આધારે વેદના સમભાવે સહન કરવા લાગ્યા
છેવટે શરીર સિરાવી દઈને સાગારિક-અનશનની તૈયારી કરી, ત્યારે રાત્રે શાસનદેવીએ આવી સૂતરની ૯ આંટીઓ ઉકેલવાનું દ્રશ્ય જણાવી પૂ. આચાર્યદેવશ્રીને સાવધ કર્યા કે— " “પૂજ્યશ્રી ! આપ જેવા ધુરંધર શાસન-નાયક અત્યારથી સ્વ-કલ્યાણની ઉદષ્ટજાત્રામાં જઈ સાગરિક-અનશનની ભૂમિકાએ જવાને વિચાર કરો છો?
શાસનની વર્તમાન પરિસ્થિતિ કેવી વિષમ છે! શ્રી આચારાંગ અને શ્રી સૂત્રકૃતાંગ સિવાય બાકીના આપણા શ્રીસંઘના પ્રાણુસ્વરૂપ નવ આગમ પર વિવેચન માટે ગીતાર્થ–પુરૂષની ટીકાને આધાર જ નથી રહેવા પામ્ય ! કાળના ગર્ભમાં બધું વિલુપ્ત થયું!
આપની ઉંમર હજી ઘણી છે! નવ આગ પર આપે ટીકા રચવાની છે. સ્વસ્થ થાઓ! આમ શું સ્વ–કલ્યાણની ભૂમિકાએ જવા ઉતાવળા થયા છે?”
પૂ. આચાર્ય દેવે કહ્યું કે, “ભદ્ર! વાત તમારી બરાબર ! મારા જેવાના એ ભાગ્ય કયાંથી કે શ્રી વીતરાગ પ્રભુની વાણીની વિવેચના કરવાનું સૌભાગ્ય મળે !”
હાલ તે ભયંકર-દુષ્ટ રોગથી શરીર જીર્ણ થઈ ગયું છે, તમે સૂતરની કોકડીઓ ઉકેલવાની વાત કરે છે, પણ આંગળીઓમાં ચૈતન્ય જ નથી.”
આ સંબંધી દશ્ય ચિત્રમાં જણાવે છે ચિત્ર ૩૪–આ ચિત્રમાં બે દ્રશ્ય છે. તેમાં વધુ મહત્વનું જમણે દ્રશ્ય છે.
શાસનદેવીની સૂચનાથી સેઢી-મદીના કિનારે પલાશ (ખાખરા)ના વનમાં નાગાર્જુન –ોગીએ તે જિનબિંબના સાનિધ્યથી પારાને ચંભિત કરેલ, તેથી શ્રી સ્થભન પાર્શ્વનાથ તરીકે ભૂગર્ભમાં રહેલ પ્રભુજીને શ્રી સંઘ સાથે પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. શ્રીએ * અતિસુચન તેંત્રની રચના કરી જમીનમાંથી પ્રકટ કર્યા,
શ્રી સંઘે ઠાઠથી કરેલ સ્નાત્ર મહોત્સવના ન્ડવણ-જળનો છંટકાવથી પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. રેગમુક્ત બન્યા.
ડાબી બાજુના દ્રશ્યમાં પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. ગીતાર્થોની સંમતિપૂર્વક શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર સિવાયના બાકીના નવ આગ પર બાળ-ઉપયોગી સુંદર ટીક રચવાનું ભગીરથ મંગળ-કાર્ય કરી રહ્યા છે.
ચિત્ર ૩૫ -નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વર ભગવંતના સ્વર્ગવાસનું દ્રશ્ય છે.