________________
જિતને 1 3. 2002
)
આ અંગે વધુ માહિતી ચરિત્ર-ગ્રંથમાં બારમા પ્રકરણ (પા. પ૨ થી ૫૫)માં વર્ણવાયેલ છે.
પરિશિષ્ટમાં પ્રખ્યાત-શિલ્પી સોમપુરા શ્રી હરિભાઈને આ તારણની કલાત્મકતા પર પ્રકાશ પાથરનાર લેખ પણ રજુ કર્યો છે, વિશેષાથીઓએ તેમાંથી વધુ જોઈ લેવું.
ચિત્ર ૨૬ – કાળચક્રના પરિવર્તનથી જેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે, તે નામશેષ થયેલ આ દરવાજે માત્ર ચિત્રમાં જ છે, કપડવંજની ધરતી પર આજે નથી.
ગુર્જરપતિ-સિદ્ધરાજે વનદુર્ગ તરીકે પસંદ કરેલ અત્યારના કપડવંજની ભૂમિ પર સત્તરમી સદીના પ્રારંભે રાધનપુરના નવાબની બેગમ લાડણી બીબીએ રેષયાત્રા દરમ્યાન આ ભૂમિના પ્રતાપે અહીંના મહાજનની વિનંતિથી રોષનું શમન કરી નૂતન રાજ્ય-વ્યવસ્થા સ્થાપી કિલ બનાવી વસવાટ કરેલ.
' તે વખતે હાલની જનરલ હેપીટલ અને એસ. ટી. સ્ટેન્ડ આગળ મીઠા-પાણીનું મોટું તળાવ હતું, તેથી ત્યાંના કિલ્લાના મુખ્યદ્વારને મીઠા તળાવને દરવાજો એ નામ સાર્થક રીતે અપાયેલ.
ચિત્ર ૨૭કપડવંજની પૂર્વ ભાગોળે આ દરવાજે છે. તેના અવશેષરૂપ બે બાજુના ભીંતડા છે. ઉપરની કમાન અને દરવાજાનું તીંગ દશ્ય કાળના ગર્ભમાં છુપાઈ ગયું છે.
ચિત્ર ૨૮ -આ દરવાજે કપડવંજની પશ્ચિમ ભાગેળે કપડવંજથી અમદાવાદના ટૂંકા રસ્તે મહોર નદી બાજુના રસ્તે આવેલ.
હાલ નજીવા અવશે તેને જણાય છે.
ચિત્ર ૨૯-આ દરવાજે હાલ અસ્તિત્વમાં નથી, પણ પ્રાચીન-કાળમાં કચેરીબાજુ જવાના રસ્તાના મુખ્ય દ્વાર તરીકે આ દરવાજે હશે.
આજે લાડણબીબીના વખતમાં બંધાવેલ કિલ્લાના મુખ્યદ્વાર રૂપ આનું અસ્તિત્વ અનુભવીએના કથન મુજબ આજના કપડવંજની નવી વસાહતના પશ્ચિમ-ઉત્તરભાગે હતું.
આજે તે બધું કાળ-ગર્ભમાં લુપ્ત છે, તેમ છતાં આજથી છ-સાત દશકા પહેલાં અસ્તિત્વ ધરાવતા આ દરવાજાનું ચિત્ર સંશોધનના શ્રમના ફળરૂપે મળી આવેલ છે.
ચિત્ર:-૩૦-૩૧-૩૨ -શાહના આરાના સામાકાંઠે વસેલ આજનું નવું કપડવંજ વસ્યા પૂર્વે એટલે કે લગભગ ૮ થી ૯ સદીઓ પૂર્વે પ્રાચીન કપડવંજ જ્યારે શાહના આરાની નજીક હતું.