________________
SEQUUNTEURS
E
:
રીત-રિવાજવાળી જીવનચર્યા-છત્ર, ચામર, પાલખી આદિ બાહ્ય આડંબર....આ બધું શું સાધુને શોભે ખરૂં ?”
શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી આચારાંગ આદિ સૂત્રોમાં જણાવાયેલ સાધુપણાના જઘન્ય-કક્ષાના આચારની મર્યાદારૂપ પાંચ-સમિતિ ત્રણ-ગુતિનું પાલન કર્યા વિના આત્મકલ્યાણ શી રીતે થશે ?' આદિ
આ વિચાર-મંથનના પ્રતાપે શાસ્ત્રોનું અવગાહન કરી સત્ય માર્ગને નિર્ણય થતાં ભક્તમંડળી અને વ્યાવહારિક-પ્રતિષ્ઠાના આવરણને ઉલાસભર્યા અંતરંગ-વિશુદ્ધ-પરિણામના બળે તોડી પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મના વર્ષમાં જન્મથી પાંચ મહિના લગભગ અગાઉ આપબળે અજમેર શહેરમાં શ્રી સંભવનાથની નિશ્રામાં સંવેગી-માર્ગ સ્વીકાર્યો.
આ મહાપુરૂષે મારવાડ, ગુજરાત, આદિ પ્રદેશમાં વિ રી વિવિધ ધર્મોપકાર કરી. વિ. સં. ૧૯૬૩ને ચૈત્ર વદિ ૧૨ના રોજ સુરત મુકામે ૭૬ વર્ષની ઉંમરે શરીર-ત્યાગ કર્યો.
ચિત્ર ૧૩ઃ આ મહાપુરૂષ શ્રી મહાવીર-પ્રભુની પદ્ધ-પરંપરામાં છપ્પનમી પાટે થયેલ સુવિહિત, ક્રિયાનિક, ધુરંધર, શાસન પ્રભાવક પરમ–તપસ્વી કે દ્ધારક પૂ. શ્રી આનંદવિમલ સૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. શ્રી વિજયદાન સૂરીશ્વરના પટ્ટપ્રભાવક જગદ્ગુરૂ શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ.ના અનેક-શિષ્ય પૈકી પૂ. શ્રી તિલક વિજયજી મ. હતા. તેમની શિષ્યપટ્ટાવલીમાં બારમી પાટે થયા.
આ પૂજ્યશ્રીને વધુ પરિચય અન્ય-સ્થળેથી જોઈ લેવા ભલામણ છે.
આ પૂ. શ્રીએ પૂ. ચરિત્રનાયકશ્રીને વડી-દીક્ષાના યોગ વહન કરાવી વિ. સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૦ વડી દીક્ષા લીંબડીમાં પૂ. ઝવેરસાગરજી મ.ની વિનંતિને ધ્યાનમાં લઈ આપેલ.
આ પૂજ્યશ્રીના પટ્ટ-પ્રભાવક તરીકે પૂ. આ શ્રી વિજ્ય હિમાચલ સૂરીશ્વરજી મ. વિશિષ્ટ શાસન-પ્રભાવક સમર્થ આચાર્ય ભગવંત હાલમાં મોજુદ છે.
આ રીતે પૂ. ચરિત્ર-નાયકશ્રીને વડી દીક્ષા આપનાર તરીકે અને પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મ વખતે આવા મહાપુરૂષો વિશિષ્ટ જીવન-શુદ્ધિના માગે નિખાલસતાપૂર્વક વધનારા શાસનમાં માંગલિક વાતાવરણ સર્જી રહ્યા હતા.
એ આશયથી આ મહાપુરૂષનું ચિત્ર અહીં રજુ કર્યું છે.
ચિત્ર ૧૪:-પૂ. ચરિત્ર-નાયકશ્રીના પિતૃવંશમાં ઉડાણ સુધી ધર્મ-શ્રદ્ધાના વિશિષ્ટ સંસ્કારો સીંચનાર તથા પૂ. ચરિત્ર-નાયકશ્રીના જીવનમાં ત્યાગ, તપ તથા સંયમના ઘડતરના વિશિષ્ટ ફાળા સાથે આગની ગંભીરતા, અદ્વિતીય મહત્તાને મૌલિકરૂપે જીવનના ધ્રુવતારકરૂપે બનાવનાર