________________
SÄÄNEEURS
-
G
'7||
પ્રકરણ-૧
.
પર આધ્યાત્મિક સંસ્કૃતિ અને મહાપુરુષે
આર્ય-સંસ્કૃતિના ઈતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે આર્યાવર્તની પ્રજાના મહારથી અને સૂત્રધાર તરીકે ઋષિ-મુનિ મહાત્માઓજ રહેતા આવ્યા છે, તેથી આ દેશને ધર્મ અને દર્શનની જન્મભૂમિ કહેવાય છે.
સુંદર-તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ, પ્રત્યક્ષ વ્યાવહારિક-ક્રિયાઓમાં પણ ઉજવલ-પક્ષની માંચક સ્મૃતિ, પ્રવર ભૌતિક-સુખે કરતાં પણ શાશ્વત–સુખની કામના, સંતોષ, સદાચાર, અહિંસા અને અખંડ શાંતિને સુખ પ્રવાહ આ ભૂમિને જ પ્રસાદ છે.
અહિંસા, સંયમ અને તપના નિધાનરૂપ વાસ્તવિક રીતે પૂજનીય મહાપુરૂષની પૂજાનું પ્રજાના હૃદયમાં જે સ્થાન છે, તે આ ભૂમિના મહાત્માઓની કૃપાનું ફળ છે.
આખા જગતમાં જે કંઈ શુભ છે, સુંદર છે, સૌન્દર્ય પૂર્ણ અને સ્તુત્ય છે. તે બધાને સ્રોત અહિંની સંસ્કૃતિમાં છે.
સંસ્કૃતિને સીધે સંબંધ વ્યક્તિના અંતર કે તેના આત્મા સાથે છે કે-જેને ભારતીય મનીષીઓ અધ્યાત્મવાદના નામથી કહે છે.
ભારત જે પિતાની સાંસ્કૃતિક પ્રભુસત્તા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, તેને આધાર પણું અધ્યાત્મવાદ છે, પોતાની અખંડ-નિર્મળ–સંસ્કૃતિના આધારરૂપ અધ્યાત્મવાદને લીધે ભારત પ્રાચીનકાળથી ઋષિ-મહર્ષિ, સંત અને ભક્તિની ભૂમિ રહ્યો છે.