________________
SAMVEERE
આપોઆપ બધે મેળ પડી જવાથી શેઠ લલેયદ દેવચંદભાઈની લક્ષણવત્તા સુપુત્રી શ્રી હરકુંવરને શેઠાણુની સંમતિ અને દોરવણી મુજબ હઠીસંગ શેડ પરણ્યા.
યાત્રાનું કામ પતાવી અમદાવાદ પાછા આવ્યા બાદ રૂક્ષ્મણી-શેઠાણીને વડિલ તરીકે સ્વીકારી શ્રી હરકેર-શેઠાણીએ વ્યાવહારિક આખુ તંત્ર સુવ્યવસ્થિતપણે શેઠશ્રીની સંમતિ મુજબ સંભાળી લીધું, કાલક્રમે શેઠના અંગત જીવનમાં અનેરે-સાથ ધાર્મિક-સંસ્કારોની જાળવણી સાથે આપનારી નવી શેઠાણીએ ઉદાત્ત-સવિક પ્રકૃતિના આધારે શેઠશ્રીના નાના–મેટાં દરેક કાર્યોમાં સલાહ લેવાલાયકપણું સાહજિક-રીતે મેળવ્યું.
પરિણામે તે વખતના વિષમ વ્યાપારી-સંગોમાં પણ શેડને નવાં-શેઠાણીની માર્મિક દોરવણી કયારેક ખૂબ સફળ નિવડતી, અને આગવી–સૂઝભરી વ્યવહાર–કુશળતાના બળે નવાં શેઠાણી શેઠના જીવનમાં અગત્યના માર્ગ-દર્શક નિવડેલાં, આમાં નગરશેઠ હેમાભાઈના આદર્શ—સંસ્કારથી સભર સુ-યેગ્ય-દષ્ટિવાળા રૂક્ષમણી-શેઠાણીને પણ ગ્ય-સહુકાર નવાં-શેઠાણીને ઘણો ઉપયોગી નિવડેલ.
લોકોકિત-પ્રમાણે નવાં શેઠાણી ઉત્તમ-કેટિની પવિની–સ્ત્રી હોઈ તેમના પગલે અને તેમની વિશિષ્ટ-દોરવણીના આધારે હઠીસંગ-શેઠના ઘરમાં લક્ષ્મી અને ધર્મ–ભાવના બીજના ચંદ્રની કળાની જેમ ઉત્તરોત્તર વધતી ગઈ.
જેના પરિણામે બને–શેઠાણીઓની પ્રેરણાથી દિહી-દરવાજા બહાર મુખ્ય-માર્ગ ઉપર વિશાળ જગ્યા ખરીદી શ્રી નલિની ગુલમ વિમાન જેવું ભવ્ય, ત્રણવીસીની અપેક્ષાએ ૭૨ દેવકુલિકાવાળું શિ૯૫-સમૃદ્ધ મનહર શ્રી ધર્મનાથ-પ્રભુનું ભવ્ય જિનાલય બાર-લાખના ખર્ચે બંધાવ્યું.
આ પુનિત-કાર્ય કરવાની ભાવના સૌ પ્રથમ જગાડનાર શેઠાણી શ્રી રૂક્ષમણીબહેને તે વખતના વિશુદ્ધ કિયાપાવ પૂ. મુનિશ્રી મયાસાગર મહારાજ મા. પ્રત્યેના વિશિષ્ટ ભક્તિ-ભાવથી પ્રેરાઈ હરકોર–શેઠાણીને દેરાસરની પ્રતિષ્ઠા આદિ માંગલિક કાર્યોમાં તે વખતના વિદ્યમાન સંવેગી–સાધુઓમાં શુદ્ધ-ક્રિયાનિષ્ઠ ચારિત્રપાત્ર-મહામુનિ તરીકે પ્રખ્યાત પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ના વરદ–વાસક્ષેપની મહત્તા સમજાવી, હીસંગ-શેઠને નગરશેઠ પાસે મોકલવા ગોઠવણ કરી.
ધર્માનુરાગી હઠીસંગશેઠે પણ પુણ્ય-પ્રતિભાથી દીપતાં શેઠાણીની પ્રેરણાને યથેચિત સમજી નગરશેઠ હેમાભાઈ પાસે જઈ વાતની રજુઆત કરી કે--
“મહાન-પુણ્યના યોગે લક્ષ્મીનો લહાવો લેવારૂપ આવું વિશાળ ભવ્યજિનાલય તૈયાર થયું છે, તે આ જિનાલયની પ્રતિષ્ઠા તેમજ જિનબિંબની