________________
KOMPUTERS]
પ્રકરણ-૨ છે સાગર-શાખાના તેજસ્વી-તારકરૂપ છે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.
તથા શેઠ હઠીભાઈની વાડીની પ્રતિષ્ઠાને ભવ્ય-પ્રસંગ છે
પૂ. ચરિત્રનાયકશ્રીની જીવન–પ્રક્રિયાને ઉદાત્ત અને શાસને પગી બનાવવામાં પરોક્ષરીતે અવિસ્મરણીય ફાળો આપનારા પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ને વિશિષ્ટ જીવન-પ્રસંગો પુ. ચરિત્રનાયકશ્રીની અદ્દભુત જીવન-શક્તિઓના બીજકરૂપે જાણવા જરૂરી હોઈ અહીં રજુ કરાય છે.
સાગર-શાખાના તેજસ્વી-તારક સમા પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ને વિ. સં. ૧૮૮૩માં નગરશેઠે શિથિલાચારીઓના દેર-દમામથી નબળી પડી રહેલ ધર્મ-શ્રદ્ધાને સ્થિર કરવા ખૂબ જ ભાવપૂર્વક રાજનગરના આંગણે બહુમાન સાથે પધરાવી વિવિધ ધર્મ-કિયાઓ દ્વારા ખૂબ શાસન પ્રભાવના કરેલ-કરાવેલ, પણ તે વખતે પૂ. શ્રી મયાસાગરજી મ, કારણવશ વધુ સ્થિરતા નહિ. કરી શકેલ, અને મેવાડ બાજુ પધારી ગએલ, વળી તે વાતને ૧૩ ૧૪ વર્ષ વીતી જતાં કાળબળે ધર્મ–પ્રકાશનું વાતાવરણ ઝાંખું પડેલ તેને સતેજ કરવા માટે સ્થિર –પૂર્વક પધારવા આગ્રહભરી વિનંતિએ નગરશેઠે વિ. સં. ૧૮૯૭માં ખૂબ કરી હતી.
જેથી પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીએ વિ. સં. ૧૮૯૭નું માસું પાલી (મારવાડ)માં વિતાવી ગુજરાત-તરફ ક્ષેત્ર-સ્પર્શના-જન્ય વધુ લાભની ધારણાએ વિહાર લંબાવ્યો..
જે કે પૂ. શ્રી મયાસાગરજી મ.ને ગુજરાત બાજુ પધારવામાં નગરશેઠ હેમાભાઈએ પિતાને, પિતાના કુટુંબને તથા ગુજરાતની પ્રજાને સદ્ધર્મની પ્રેરા મેળવવાની વધુ તમન્નાથી આગ્ર કારણભૂત હતો, પણ સાથે જ બીજું પણ શાસન-પ્રભાવનાનું મહત્વનું કારણ હતું, તે એ કે
“રાજનગરમાં નગર–શેઠના કુટુંબની જેમ ધન-સમૃદ્ધિ અને શ્રીમંતાઈમાં ખ્યાતિપાત્ર શેઠશ્રી હઠીસિંહ-કેસરીસિંહનું કુટુંબ પણ ખૂબ આગળ પડતું હતું.
અમદાવાદના સાહસી–વેપારીઓમાં શેઠ શ્રી હઠીસિંહ મોખરે હતા. મુંબઈના શાહદાગર, દેશ-દેશાવરમાં પ્રખ્યાત-આંટવાળા શ્રી મોતી-શાહ શેઠની અમીચંદ-સાકરચંદના નામથી માલની અમદાવાદની પેઢીના શેઠ શ્રી હઠીસિંહ આડતિયા હતા. તેમાં તેઓ પિતાની કુનેહ ભરી ચોર રૂ, અફીણ વગેરેના ઘણા સાહસભર્યા–સોદાઓ કરી પિતાની આગવી