________________
યતિઓની ચારિત્રની શિથિલતાથી ઉભગી તે વખતના સંગી-શાખાના થડા પણ નિશુદ્ધ ક્રિયાપાત્ર સુવિડિત-મુનિવરના નિર્મળ-ચારિત્રને જોઈ તેઓ પ્રતિ ગુણાનુરાગ બળે પક્ષપાતી બનેલ.
તેમાં પણ રજપૂત-કુળની શિકાર આદિ અશુભ-પ્રવૃત્તિઓમાંથી પાછા ફરી પૂર્વજોએ સદગુરૂ-ગે મેળવેલ અહિંસાના માર્ગને પિષક ઉદાત્ત-સંસ્કારોના વારસાથી સુ-સમૃદ્ધ પિતાના વંશના આદ્યપુરૂષ શ્રી શાંતિદાસ શેઠને ધર્મોપદેશ દ્વારા શ્રાવક–ધર્મમાં સ્થિર કરનાર વર્તમાન કાલીન સાગર–શાખાના આદ્યપુરૂષ તરીકે મનાતા પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ.ની પરંપરાએ પટ્ટાનુક્રમે સાગર-શાખીય-મહાપુરૂષની ઉદાત્ત-ધર્મ પ્રેરણની મધુર-સ્મૃતિને તાજી રાખી વર્ત માનકાળે સાગર–શાખાના મહાન-પ્રભાવક શુદ્ધ-ચારિત્રી ક્રિયાનિ–સાધુભગવંતને પ્રત્યક્ષ રીતે વધુ લાભ મેળવવાના શુભ આશયથી મારવાડ બાજુ વિચરી રહેલ પૂ. મુનિ શ્રી મયાસાગરજી મને વારંવાર ભક્તિભર્યા–વિજ્ઞપ્તિપત્રો દ્વારા આગ્રડભરી વિનંતી ગુજરાત બાજુ પધારવા નગરશેઠ-કુટુંબના મુખ્ય પુરૂષ શ્રી હેમાભાઈએ કરી.
rmmmmm?
? સગ્રહસ્થની શોભા . વિવેક-સંપન્ન આદર્શ શ્રાવક જીવનની મર્યાદાને જાળવી રાખવા માટે સંગ્રહસ્થાએ આદર્શ જીવન-પદ્ધતિનું ઉચિત જ્ઞાન જ્ઞાની–ગુરૂઓની નિશ્રામાં મેળવવાથી જીવનની ધન્યતા અનુભવી શકાય છે.
જીવનની શોભા કર્તવ્યનિષ્ઠા અને મર્યાદાઓના પાલનથી મૌલિક રીતે કેળવાય છે.
વિવેકી-શ્રાવક સદગૃહસ્થ તરીકે વ્યવહારમાં ત્યારે જ જીવી શકે, કે જ્યારે જીવનના આદર્શની વ્યવહારૂ–પદ્ધતિઓને જ્ઞાની ગુરૂની દોરવણી પ્રમાણે સમજી વિચારી અમલમાં મુકવાની તત્પરતા કેળવાય.
પ્રાચીન–કાળના મહાપુરૂષોની મહાપુરૂષ તરીકેની આદર્શ ભૂમિકાનું લક્ષ્ય આ પાંચમા આરામાં પણ પ્રભુશાસનના આરાધક પુણ્યવાને નભાવી યાચિત પણે સફળતા મેળવે છે.
ખરેખર સદ્દગૃહસ્થોએ જીવનને શોભાવવા માટે આ વાત લક્ષ્યમાં રાખવી જરૂરી છે.