________________
DVIVIEN
આવા પુણ્યનામધેય શ્રી વખતચંદ શેઠની અપૂર્વ જાહોજલાલી એટલી બધી હતી કે તે વખતના નાના-મોટા દેશી રજવાડાઓ નાણાંભીડ વખતે “સંકટ સમયની સાંકળની જેમ પોતાના ગામો ગીરવે મૂકી નાણાં મેળવી શાન ટકાવતા.
ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે
કાઠીયાવાડના ગેહલ રજપૂતના વડા પાલીતાણાના દરબારે નાણા–ભીંસમાં આવી જવાથી પાલીતાણું શ્રી વખતચંદ શેઠને ત્યાં ગીરવે મૂકી દીધેલું.”
ઈ.સ. ૧૮૨૦માં કર્નલ વોકરે કરેલ સેટલમેંટ પહેલાં શ્રી વખતચંદ શેઠ અમદાવાદ બેઠાં પણ તરણતારણહા ગિરિરાજ શ્રી સિદ્ધાચળ-મહાતીથને સફળ વહીવટ બાહોશ કાર્યકરો દ્વારા ચલાવતા હતા.
આ શેઠશ્રીએ જીવનની સફળતા–ધન્યતા મેળવવા ઝવેરીવાડમાં વાઘણપોળના નાકે જ અભુત અનેક-તીર્થોની રચના માળું દેવવિમાન જેવું શ્રી અજિતનાથ પ્રભુનું દેરાસર ૪૦ હજારના ખર્ચે બંધાવેલ, જે આજે પણ અનેક ભવ્યાત્માઓને આલ્હાદ અને સમ્યકત્વ-શુદ્ધિનું કારણભૂત નિવડી રહ્યું છે.
' આવા ધર્મનિષ્ઠ શેઠી વખતચંદ– શેઠને સાત દીકરાઓ હતા. પણ કાળબળે તેમાંથી શ્રી હેમાભાઈ અને શ્રી મોતીભાઈ બે દીકરા પ્રભાવશાળી અને વારસાગતસમૃદ્ધિને જાળવનારા નિવડ્યા,
આ રીતે શ્રી શાન્તિદાન શેઠથી શરૂ થયેલ નગરશેઠાઈ સાથે ધર્મપ્રભાવકતા ઉત્તરોત્તર વધતી વધતી ચોથી પેઢીએ થલ શ્રી હેમાભાઈ શેઠમાં તે વખતના કાળની વિષમ પરિસ્થિતિમાં પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી.
તે વખતે કાળબળે શિથિલાચારી થઈ ગએલ મુનિઓની વિષમ આચરણથી સંવેગીસાધુઓની કડક સંયમ પાલન કરવાની વૃત્તિ સતેજ થવા પામી હતી.
શ્રીસંઘની કરોડરજજુસમાં નગરશેઠના કુટુંબમાં શ્રી શાન્તિદાસ શેઠના વખતથી સંવેગી પરંપરામાં વર્તમાનકાલીન સાગર-શાખાના આદ્ય-પુરૂષ પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. ના વખતથી ઉચ્ચ-કેટિના ત્યાગ-તપ-સંયમના નિર્મળ વારિનું સિંચન ત્યાગી જીવનની અપૂર્વ-પ્રતિભાથી સતત્ ચાલુ રહેલ.
તેના પરિણામે સાગર-શાખાને સાધુઓની પરંપરામાં યત્તર પટ્ટ-કમે આવતા ત્યાગીપંગને પરિચય નગરશેઠના કુટુંબમાં વધુ પ્રભાવશાળી રહ્યો.
જીવન ચડિજિઈ
૨૫૦