SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ KNADUWUN તેઓને વધુ ધર્મોપકાર સાણંદ, ગોધાવી, વિજાપુર, માણસા, પેથાપુર, મહેસાણ, માંડલ, વિરમગામ, અને રામપુરા આદિના શ્રી સંઘો ઉપર થયેલ. આજે પણ તે ઉપકારની અનુમોદના કર્ણોપકર્ણ સંભળાય છે. માણસાના વેવૃદ્ધ થવક શાહ વહાલચંદવસ્તાચંદ તથા રામપુરાના શેઠઅમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદ આદિ અગ્રગણ્ય શ્રાવકે પૂ. મયાસાગરજી મ.ની તાવિક દેશનાથી ખૂબ જ્ઞાનસમૃદ્ધ બન્યા હતા, તે વખતના શિથિલાચારી યતિઓ દ્વારા જે-તે કરાતી પ્રવૃત્તિઓ સામે આ શ્રાવકે શાસ્ત્રજ્ઞાન-બળે અડીખમ ઉભા રહી અનેક પુણ્યાત્માઓને ઉન્માર્ગથી બચાવતા. ઇતિહાસમાં એવી પણ ન મળે છે કે “વિ. સં. ૧૯૦૬માં માણામાં શેઠ મોતીચદ કૃષ્ણજીની ધર્મશાળામાં પૂ. મયાસાગરજી મ. ચાર્તુમાસ કરેલ, ત્યારે રામપુરાના શેઠ અમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદે ખાસ તત્વજ્ઞાનના વધુ અભ્યાસ માટે ગુરૂનિશ્રામાં શતુંમાસ ગાળ્યું હતું.” કે અજોડ ગૃહથિ-શ્રાવકે તત્વજ્ઞાન પ્રેમ ! અને કેવી પૂ. મયાસાગરજી મ. ની અનુપમ તાત્વિક દેશનાશક્તિ !!! વળી ૫. મયાસાગરજી મ. પીએ અમદાવાદના શેઠશ્રી સુરજમલભાઈ નગરશેઠ શ્રી હેમાભાઈ વગેરેને શિથિલાચારી યતિઓના બાહ્ય-ફટાટોપ અને દોર-દમામથી થતી અંજામણી–અસરને સન્માર્ગના ઉપદેશ દ્વારા દૂર કરી શાસન, ધર્મ અને ચારિત્ર-શુદ્ધિના મૌલિક–ત સમજાવી પ્રભુશાસનના સુદઢ અનુરાગી બનાવેલ. વળી અમદાવાદની ધર્મશાની અભિવૃદ્ધિમાં ચાર ચાંદ લગાડનાર, દર્શન માત્રથી જીવનને ધન્ય-પાવન બનાવનાર, શિલ્પકળા મૃદ્ધ, નલિની ગુલ્મવિમાનના ભવ્ય દેખાવરૂપ, ભારત-વિખ્યાત શ્રી હઠીભાઈની વાડીના ભવ્ય– નાલયની પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા આદિને મહોત્સવ જ્યોતિષ મંત્ર, યંત્ર, તંત્રના અાક ચમત્કારોથી જનતાને આકર્ષના પ્રભાવશાળી છીપૂજ્યયતિઓ ઘણા હોવા છતાં પૂ. મહાસાગરજી મ. ના પૂર્વ-પરિચયથી તાવિક-ભૂમિકાએ સદ્દગુરૂની નિશ્રાનું રહસ્ય સમજેલ શેઠાણી શ્રી રૂદ્દમણીબ્દને અને શ્રી. હરકેર શેઠાણીએ નગરશેઠ દ્વારા આગ્રહભરી વિનંતિ કરાવી મારવા, જેવા દૂર પ્રદેશમાં વિચરી રહેલ પૂ. મયાસાગરજી મ. શ્રીને ભાવભર્યા-ઉલ્લાસપૂર્વક તેડાવી તેઓશ્રીએ નિર્દેશલ શાસ્ત્રીય-મર્યાદાઓના વફાદારી સાથે પાલનપૂર્વક તેઓશ્રીની નિશ્રામાં કરાવેલ. આવી વિવિધ શાસઘાત સ્વ-પર કલ્યાણકારી પ્રવૃત્તિઓથી જીવનને ધન્ય બનાવી વિ. સં. ૧૯૦૭માં અમદાવાદમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી મૃત્યુને પણ ધન્ય બનાવ્યું.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy