________________
WIJ ZDWUUEN
તે મુજબ સામાયિક લઈ જાપ-વાધ્યાયમાં લીન હતા, ત્યાં પૂ. નીતિવિજયજી મ. પિતાના પરિવાર સાથે દહેરે દર્શન કરી પધાર્યા, બંને ભાઈઓને લાવ્યા, એટલે હરખભેર બંને ભાઈઓ ચરવલાથી પ્રમાર્જનાપૂર્વક પૂ. મહારાજશ્રી પાસે ગયા, વંદના કરી બેઠા.
પૂ. મહારાજશ્રીએ કાઈ કે “તમારી ચર્યા-રહેણીકરણી તેમજ વિચારધારા યથાયોગ્ય મારા ક્ષપશમ પ્રમાણે ચકાસી જોઈ છે, એકંદર તમે બંને પુણ્યાત્મા સંયમ-ધર્મને યેગ્ય છો-એમ મને લાગે છે. હવે સવાલ એટલે જ છે કે..”
“સંયમ-ધર્મની પ્રાપ્તિનો પ્રકાર ક લે ? વ્યવહારથી તમો બંનેની ઉંમર નાની ! તેથી હાલનું રાજકીય વાતાવરણ, વિદેશીઓની હકુમત આદિથી ધર્મની અપભ્રાજના થાય! તેવું કોઈ નિમિત્ત અજાણમાં પણ ઉભું ન થાય! તેની તકેદારી રાખવી જરૂરી છે.”
તમે બંને હકીક્તમાં સ્વેચ્છાએ ઘરેથી પિતાની સંમતિપૂર્વક પિતાજીને પત્ર લઈ દીક્ષા ગ્રહણ કરવા જ આવ્યા છે, તે હકીક્ત છે. પણ લેકવ્યવહાર અને શાસનની રીતે પણ માતાપિતા અને સગા-વહાલાની સંમતિ વિના નાની ઉંમરના તમને દીક્ષા આપવામાં ભાવાગે કદાચ વિષમતા ઉભી થાય તે શાસનની હીલના થવા પામે, તેથી “સાપ મરે નહીં, લાઠી ભાગે નહી” એવો મધ્યમ ઉપાય તમારી ભાવના સફળ થાય અને વાતાવરણ ડોળાય નહી તે વિચારી રાખ્યો છે, તે મુજબ મને લાગે છે કે તમને ચાલવામાં વાંધો નહીં હોય ! બેલે ? શી ભાવના છે ?”
બંને ભાઈઓએ પૂ. મહારાજશ્રીના ચરણે હાથ મૂકીને નમ્રભાવે કહ્યું કે “પૂજ્ય શ્રી ! અમો તે સંસારના કારાવાસથી છૂટવા માટે આપના શરણે આવ્યા છીએ ! આપને જે ઉચિત લાગે તે ઉપાય સૂચવે ! અને આપની આજ્ઞા સહર્ષ વધાવીશું !” - પૂ. નીતિવિજયજી મ. વયેવૃદ્ધ, પાકટ ઉંમરના દીર્ઘ અનુભવી હતા, પત્રમાં લખેલ વાત જાહેર કરવી ન હતી કે “તમારા પત્રમાં ફક્ત મણિલાલને દીક્ષા માટે સૂચન છે, એમ કરવા જતાં નાહક સંકલેશ લપે, એટલે પૂ. મહારાજશ્રીએ ધીમે રહીને વાતની રજુઆત એવી કરેલ બુદ્ધિપૂર્વક કરી છે, જેમાં બેટું ન લાગે અને સમાચિત કર્તવ્યની મહત્તા સમજી જવાય.” - પૂ. મહારાજશ્રીએ કહ્યું કે-“સારૂં ! તમે હવે સામાયિક પત્યા પછી પ્રભુ–પૂજા કરી નિવૃત્ત થઈ બપોરે મને મળને, બધી વાત સ્પષ્ટ તમને કહીશ ! તમારા મનને સંપાદન કરવા મારી બધી તૈયારી છે, તેમ છતાં આપણા કરતાં શાસન મહત્વની ચીજ છે ! આપણી ઉતાવળથી શાસનને કંઈ ધક્કો ન લાગે! તેથી સમાચિત-કર્તવ્યની વાત તમેને બપોરે કહીશ!”
બંને ભાઈઓ પૂ. મહારાજશ્રી પાસેથી સ્થાને આવી બાકી રહેલ સામાયિકના સમયને સંયમ-સ્વીકાર માટે પૂ. મહારાજશ્રીએ અમને પાત્ર ગણ્યા એના અપૂર્વ સંતેષ સાથે