________________
ર
મ
મ
.
.
તપગચ્છની સંવેગી શાખાના ધુરંધર પ્રભાવક પૂ.પં. શ્રી મણિવિજયજી મ. “દાદાની નિશ્રામાં પૂ. શ્રી બુટેરાયજી મ. જેવા ઉગ્ર સંયમી, તપસવી, ધુરંધર, સંયમ-ખપી, ભવભીરૂ મહાપુરૂષે મિથ્યાત્વને ફગાવી દેવાને અનન્ય-સાધારણ પુરૂષાર્થ કર્યો અને પૂજ્ય બુદ્ધિવિજયજી મ. તરીકે જિનશાસનના આરાધક બન્યા, વળી જે પૂજ્યશ્રીને આવા ભવ્ય સિંહ-પુરૂષાર્થના નિમિત્તે પૂ. શ્રી. આત્મારામજી મ. આદિ દિગ્ગજ-વિદ્વાન અને ઢંઢક શાખાના સ્તંભ જેવા અઢાર મહામુનિઓએ પણ જે પૂજ્યશ્રીનું શરણ સ્વીકાર્યું. તે પૂ. બુદિવિજયજી મ. (બુટેરાયજી મ.)ના પ્રભાવશાળી અનેક શિષ્ય પૈકી ગંભીર, પ્રૌઢ–સંયમી અને પ્રભાવક પૂ. મુનિ શ્રી નીતિ વિજયજી મ. ની નિશ્રા એટલે હકીક્તમાં મારા સંતાનને હિતકર સંયમના પથે ધપવામાં ખૂબ જ આદર્શ–પ્રેરક ગુરુદેવનું શરણું મળ્યું ગણાશે.” | વિક્રમ સં. ૧૯૪પના ચોમાસા દરમિયાન પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાશ્રીની તાત્વિક દરવણ તળે સંયમની ઉત્કટ ર ભિલાષાને સફળ બનાવવા પૂ. ગુરુદેવશ્રી પાસેથી પત્ર દ્વારા મેળવેલ માર્ગદર્શનરૂપે મેહનીય કર્મના આવરણને ખસેડવા કરેલ સાત દિવસની આરાધના દરમ્યાન આયંબિલ કરી રેજના ત્રણ હજાર શ્રી નવકાર મહામંત્ર જાપ અને શ્રી નવકાર ગણવા સાથે બહારની વાડીમાં પ્રભુ શ્રી નેમિનાથને શ્વેત–સુગંધી ત્રણસો પુષ્પ ચઢાવી રાત્રે સૂતી વખતે પુ. ગુરૂદેવશ્રીએ આપેલ મંત્રનો જાપ શ્રાવણ મહિનામાં સુદ ત્રીજથી દશમ સુધી કરીને જયેષ્ઠ-બંધુના સહકારથી ખૂબ જ વિશુદ્ધ-પરિણામની ધારા મેળવી સંયમ અંગે સુદૃઢ ભાવના વિકસાવેલી.
તેની સફળતા પૂ. પિતાશ્રી- કુનેહથી ક–બંધુની શારીરિક-પ્રકૃતિની અવસ્થતાને આગળ કરી અમદાવાદ પૂ. તા-ક-ગુરુદેવશ્રીએ સૂચવેલ ગુરુભગવંતના ચરણોમાં જવાની તક મેળવવા રૂપે થશે.” આદિ વિચાર ધારાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ પ્રસન્નતા અનુભવી.
કુદરતી ઘટના ક્રમ પ્રમાણે મણિલાલને આસો મહિનાથી લાગુ પડેલ તાવ, શરદી, ઉધરસ અને કમરના દુઃખાવાને હરાવવા જમનાબહેન આદિ સ્વજનવર્ગના નાનાવિધ ઉપચારોની
* પૂ. શ્રી બુદ્ધિવિજ્યજી મ. (બુટેરાયજી મ)ના પ્રભાવશાળી અનેક શિષ્ય-પ્રશિષ્ય પૈકી સાત મુખ્ય શિષ્યો હતા.
૧ પૂ. શ્રી મુકિત વિજયજી મ. મૂળચંદજી મ) ૨ પૂ. શ્રી વૃદ્ધિ વિજયજી મ. ( દ્ધિચંદજી મ.) ૩ પૂ. શ્રી નીતિ વિજયજી મ. ૪ પૂ. પં. માણેક વિજયજી મ. ૫ પૂ. શ્રી મોતી વિજયજી મ. ૬ પૂ. શ્રી વિજયાનંદસૂરિજી મ. (પૂ શ્રી આત્મારામજી મ.) ૭ પૂ. તપસ્વી શ્રી ખાંતિ વિજયજી મ. “દાદા”